Nawazuddin Siddiqui-Aaliya Siddiqui: બોલિવૂડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી છેલ્લા ઘણા સમયથી પોતાની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં છે. છેલ્લા કેટલાક દિવસથી તેણી એક્સ વાઇફ સાથેનો ઝગડો ચર્ચાનો કેન્દ્ર બન્યો છે. હવે, સમાચાર મળી રહ્યા છે કે કોર્ટ તેમના બાળકો માટે સમાધાનનો માર્ગ શોધવાનો પ્રયત્ન કરી રહી છે.
થોડાક સમય પહેલા અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયા સિદ્દીકીએ તેના પર ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમજ તેના ભાઈએ પણ તેના પર ગંભીર આરોપો લગાવ્યા હતા. અભિનેતાએ બંને વિરુદ્ધ 100 કરોડનો માનહાનિનો કેસ પણ દાખલ કર્યો છે. મળતી માહિતી મુજબ, આવતા અઠવાડિયે 3 એપ્રિલના રોજ બંધ રૂમમાં સુનાવણી હાથ ધરાશે. હાઈકોર્ટ તરફથી અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી, તેની પત્ની આલિયા સિદ્દીકી, ભાઈ શમશુદ્દીન સિદ્દીકીની સાથે સાથે આલિયાની પુત્રી અને પુત્રને પણ કોર્ટમાં હાજર રહેવાનો આદેશ કરવામાં આવ્યો છે.
અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ પોતાના બાળકો માટે સમાધાનનો માર્ગ સ્વીકારવાનો નિર્ણય કર્યો હતો. અભિનેતાએ બોમ્બે હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરી હતી અને કોર્ટને વિનંતી કરી હતી કે તેઓ તેના પત્ની અને બંને બાળકોની જાણકારી આપવાનો નિર્દેશ આપે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
