વિવાદ વચ્ચે નવાજુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયાની પોસ્ટ, લખ્યું- 'હું બ્રાહ્મણ છું, જ્યારે મારી પુત્રી ઈસ્લામ ફૉલો કરે છે'

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 29 Mar 2023 02:22 PM (IST)Updated: Wed, 29 Mar 2023 02:25 PM (IST)
aaliya-siddiqui-post-viral-says-my-daughter-follow-islam

મુંબઈ.
Aaliya Siddiqui Post: બૉલિવૂડ એક્ટર નવાજુદ્દીન સિદ્દીકી છેલ્લા કેટલાક સમયથી પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. હકીકતમાં નવાજુદ્દીન અને તેની પત્ની આલિયા વચ્ચેના સબંધો વણસ્યા છે. આલિયાએ તો નવાજુદ્દીન સિદ્દીકી પર પોતાને ઘરેથી કાઢી મૂકવા તેમજ દુષ્કર્મ આચરવા સુધીના ગંભીર આરોપ લગાવ્યા છે. હવે આલિયા સિદ્દીકીએ એક પોસ્ટ કરી છે, જેમાં તેણીએ પોતાના અને પોતાની દીકરીના ધર્મને લઈને મોટો ખુલાસો કર્યો છે.

હકીકતમાં નવાજુદ્દીન સિદ્દીકી અને આલિયાએ 2009માં લગ્ન કર્યા હતા. જેના થકી તેમને બે શોરા અને યાનિ નામના બે બાળકો છે. આલિયાએ પોતાની પોસ્ટમાં એક તસવીર શેર કરીને જણાવ્યું છે કે, હું એક બ્રાહ્મણ છું. જ્યારે મારી પુત્રી શોરા રોજા રાખે છે અને ઈસ્લામને ફૉલો કરે છે. શોરાએ આ ધર્મ સ્વીકારી લીધો છે અને હું તેનું સમ્માન કરું છું. દરેક વ્યક્તિને પોતાનો ધર્મ પસંદ કરવાનો અધિકાર છે.

નવાજુદ્દીન સાથે લગ્ન કર્યા બાદ આલિયાએ પોતાનો ધર્મ બદલી નાંખ્યો હતો. લગ્ન પહેલા આલિયાનું નામ અંજના પાંડે હતુ. જો કે હવે આલિયાનું કહેવું છે કે, તલાક બાદ તે ફરીથી પોતાનું નામ બદલી નાંખશે.

થોડા દિવસ અગાઉ આલિયાના લૉયરે જણાવ્યું હતું કે, નવાજુદ્દીન સિદ્દીકીએ પોતાના લૉયર થકી મને સેટલમેન્ટના પેપર મોકલ્યા છે. હું મારી તરફથી પુરો પ્રયત્ન કરી રહ્યું છે કે, બન્ને પક્ષ વચ્ચે ચાલી રહેલા વિવાદનો અંત આવે. આ સાથે જ એક પેરેન્ટ્સ તરીકે પોતાા બાળકોને ધ્યાનમાં રાખીને તેમણે કોઈ નિર્ણય લેવો જોઈએ. જો તમે સેટલમેન્ટ કરવા માંગો છો, તો તમારે માનહાનિનો કેસ પરત લેવો પડશે.

આ ઉપરાંત નવાજુદ્દીન સિદ્દીકીએ આ તમામ વિવાદ વચ્ચે પોતાની પત્ની આલિયા સિદ્દીકી અને સાળા શમ્સુદ્દીન સિદ્દીકી પર માનહાનિનો દાવો ઠેક્યો છે. બૉમ્બે હાઈકોર્ટમાં નવાજુદ્દીન સિદ્દીકીએ આલિયા અને તેના ભાઈ પર 100 કરોડ રૂપિયાનું વળતર માંગતા માનહાનિ કેસની અરજી દાખલ કરી છે. જેમાં નવાજે આરોપ લગાવ્યો છે કે, આ બન્ને જણાએ પોતાના વિરુદ્ધ ખોટા અને નિરાધાર નિવેદનો આપ્યો છે.