Kinjal Dave New Song: કિંજલ દવેનું નવરાત્રી સ્પેશિયલ નવું ગીત 'રણઝણીયુ' રિલીઝ, જુઓ VIDEO

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Tue, 27 Aug 2024 04:44 PM (IST)Updated: Tue, 27 Aug 2024 04:44 PM (IST)
navratri-special-new-song-ranjaniyu-out-sung-by-gujarati-singer-kinjal-dave

Ranjaniyu, Kinjal Dave New Song: 'અમે ગુજરાતી લેરી લાલા' જેવા ગીતથી ગુજરાત ભરમાં ફેમસ થયેલી 'ગરબા ક્વીન' કિંજલ દવે (Kinjal Dave) નું નવરાત્રી (Navratri 2024) સ્પેશિયલ નવું ગીત 'રણઝણીયુ' રિલીઝ કરી દેવામાં આવ્યું છે.

કિંજલ દવેએ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરતા આ વાતની જાણકારી આપી છે. આ સાથે સિંગરે સૌને જન્માષ્ટમીની શુભકામનાઓ પણ પાઠવી છે.

નવા ગીત 'રણઝણીયુ' વિશે વાત કરીએ તો, આ ગીતને કિંજલ દવેએ અવાજ આપી છે. જ્યારે મ્યૂઝિક કુશલ ચોકસી અને લિરિક્સ જાનકી ગઢવીએ લખી છે. આ ગીતના પ્રોડ્યૂસર લલિત દવે અને ડાયરેક્ટર સૌરભ ગજ્જર છે.

આ વખતે કિંજલ દવે સુરતમા્ં નવરાત્રી 2024માં 10 દિવસ સુધી સુરતી ખેલૈયાઓને ડોલાવા માટે તૈયાર છે. જણાવી દઈએ કે, યશ્વી એન્ટરટેઈનમેન્ટ દ્વારા આ વખતે સુરતના પાલ વિસ્તારમાં AC ડોમમાં નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 3 ઓક્ટોબરથી નવરાત્રીનો પર્વ શરૂ થવા જઈ રહ્યો છે.