Mukesh Khanna Jaya Bachchan: અભિનેતા મુકેશ ખન્ના (Mukesh Khanna) એ અભિનેત્રી અને સાંસદ જયા બચ્ચન (Jaya Bachchan) ના વર્તનની સખત આલોચના કરી છે. જયા બચ્ચન હંમેશા પોતાના વર્તન અને ગુસ્સા માટે ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ તેમનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તેઓ એક વ્યક્તિને ધક્કો મારતા જોવા મળ્યા હતા.
જયા બચ્ચનના વર્તન પર મુકેશ ખન્નાએ શું કહ્યું
ફિલ્મીજ્ઞાનને આપેલા એક ઇન્ટરવ્યુમાં મુકેશ ખન્નાએ જયા બચ્ચનના વર્તન પર નારાજગી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે આજકાલ તેમનું પત્રકારો સાથેનું વર્તન - 'કોણ છે તું? શું કરી રહ્યા છો તમે? તમને શું જોઈએ છે?' - ખોટું છે. તમે આ લોકો (પત્રકારો) માટે જ જીવી રહ્યા છો. ખન્નાએ રાજ્યસભામાં જયા બચ્ચનના નિવેદનો પર પણ પ્રશ્નાર્થ કર્યો. તેમણે કહ્યું કે ક્યારેક મને લાગે છે કે કદાચ તે વિફરી (ગુસ્સે કે બેકાબૂ) ગઈ છે.મોદી વિરુદ્ધ જાણી જોઈને બોલવાનું છે, એટલે બોલી રહ્યા છો.
ઉલ્લેખનીય છે કે જયા બચ્ચન અનેકવાર પાપારાઝી સાથે ખરાબ વર્તન કરી ચૂક્યા છે. એકવાર તેમણે એક મહિલા પ્રશંસકને સેલ્ફી લેવા બદલ નારાજગી વ્યક્ત કરી હતી. તાજેતરમાં મંગળવારે નવી દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબમાં પણ જ્યારે એક વ્યક્તિ તેમની સાથે સેલ્ફી લેવા આવ્યો ત્યારે તેઓ ગુસ્સે થઈ ગયા અને તેને ધક્કો મારી દીધો. આ ઘટના પછી તેમને સોશિયલ મીડિયા પર ખુબ ટ્રોલ કરવામાં આવ્યા હતા અને કંગના રનૌતે પણ તેમની નિંદા કરી હતી.