Jaya Bachchan Angry: સેલ્ફી લઈ રહેલા શખ્સ પર ભડકી જયા બચ્ચન, ધક્કો મારીને કહ્યું - આ શું કરી રહ્યા છો

જયા બચ્ચન ક્લબના ગેટ પર પહોંચતા જ એક વ્યક્તિએ તેમની સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો. આ જોઈને તેઓ અચાનક ગુસ્સે થઈ ગયા અને તે વ્યક્તિને ધક્કો માર્યો.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Tue 12 Aug 2025 04:18 PM (IST)Updated: Tue 12 Aug 2025 04:18 PM (IST)
jaya-bachchan-got-angry-at-constitution-club-during-young-man-taking-a-selfie-583949

Jaya Bachchan Angry Video: સમાજવાદી પક્ષના નેતા અને રાજ્યસભાના સભ્ય જયા બચ્ચનનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. 32 સેકન્ડના આ વીડિયોમાં તેઓ કોન્સ્ટિટ્યુશન ક્લબમાં એક વ્યક્તિ પર ગુસ્સે થતા જોવા મળે છે.

સેલ્ફી લઈ રહેલા શખ્સને જયા બચ્ચને માર્યો ધક્કો

જયા બચ્ચન ક્લબના ગેટ પર પહોંચતા જ એક વ્યક્તિએ તેમની સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો. આ જોઈને તેઓ અચાનક ગુસ્સે થઈ ગયા અને તે વ્યક્તિને ધક્કો માર્યો. વીડિયોમાં તેઓ ગુસ્સામાં કહેતા સંભળાય છે કે શું કરી રહ્યા છો તમે?. આ ઘટના સમયે ત્યાં અન્ય ઘણા સાંસદો પણ હાજર હતા, જેમાં લાલુ પ્રસાદ યાદવની પુત્રી અને લોકસભા સભ્ય મીસા ભારતી પણ જયા બચ્ચનની પાછળથી પસાર થઈ રહી હતી.

આ વીડિયો વાયરલ થતાં જ લોકો તરફથી વિવિધ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. ઘણા યુઝર્સે જયા બચ્ચનના વર્તનને અહંકારી અને અસભ્ય ગણાવ્યું છે. અન્ય એક યુઝરે સવાલ કર્યો કે કોઈ શા માટે તેમની સાથે સેલ્ફી લે.