Laalo Box Office Collection Day 39: ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બોક્સ ઓફિસ પર શું થશે તેની આગાહી કરવી મુશ્કેલ બનતી જાય છે. વાત કરવામાં આવે તો, 'લાલો - કૃષ્ણ સદા સહાયતે' ફિલ્મનો હાલમાં સમગ્ર દેશમાં તેમજ વિશ્વમાં જ્યા જ્યા ગુજરાતીઓ વસી રહ્યા છે, ત્યા તેનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. અને ફિલ્મની કમાણીમાં પણ સતાવાર વધારો થતો જોવા મળી રહ્યો છે.
ફિલ્મ લાલો ની કમાણી
આ પણ વાંચો
ફિલ્મ 'લાલો' રિલીઝ થયાના એક મહિના પછી પણ થિયેટરોમાં સુપરહિટ સાબિત થઈ રહી છે અને દર્શકો પણ આ ફિલ્મ પર ભરપુર પ્રેમ વરસાવી રહ્યા છે. શ્રી કૃષ્ણનો મહિમા રંગ લાવ્યો છે. આ જ કારણ છે કે રિલીઝના પહેલા દિવસે ₹3 લાખની કમાણી કરનારી ફિલ્મ હવે મહિના ઉપરનો સમય વિતવા છતા કરોડોમાં કમાણી કરી રહી છે. અંતે કરોડોની કમાણી કરી રહી છે, જે તેની તાકાત દર્શાવે છે. મહત્વની વાત કરવામા આવે તો આ ફિલ્મના કલાકારો પણ નવા છે.
ફિલ્મ લાલો નું 39 મા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન
લાલો - કૃષ્ણા સદા સહાયતેએ બોક્સ ઓફિસ પર તેના પહેલા 39 દિવસે 2.65 કરોડની કમાણી કરી હતી. આજે 40 મા દિવસે પણ સારા પ્રમાણમાં કમાણી થઇ રહી છે. આ આંકડો વધવાની શક્યતા છે. અત્યાર સુધીમાં ફિલ્મનું ટોટલ કલેક્શન 55.41 કરોડ થયું છે.
| દિવસ | અઠવાડિયું | દિવસ | કલેક્શન (₹ કરોડમાં) |
| ૧ | ૧લું | શુક્રવાર | ૦.૦૨ |
| ૨ | ૧લું | શનિવાર | ૦.૦૪ |
| ૩ | ૧લું | રવિવાર | ૦.૦૮ |
| ૪ | ૧લું | સોમવાર | ૦.૦૪ |
| ૫ | ૧લું | મંગળવાર | ૦.૦૫ |
| ૬ | ૧લું | બુધવાર | ૦.૦૫ |
| ૭ | ૧લું | ગુરુવાર | ૦.૦૫ |
| અઠવાડિયું ૧ કુલ | - | - | ૦.૩૩ |
| ૮ | ૨જું | શુક્રવાર | ૦.૦૪ |
| ૯ | ૨જું | શનિવાર | ૦.૦૪ |
| ૧૦ | ૨જું | રવિવાર | ૦.૦૫ |
| ૧૧ | ૨જું | સોમવાર | ૦.૦૫ |
| ૧૨ | ૨જું | મંગળવાર | ૦.૦૩ |
| ૧૩ | ૨જું | બુધવાર | ૦.૦૩ |
| ૧૪ | ૨જું | ગુરુવાર | ૦.૦૩ |
| અઠવાડિયું ૨ કુલ | - | - | ૦.૨૭ |
| ૧૫ | ૩જું | શુક્રવાર | ૦.૦૧ |
| ૧૬ | ૩જું | શનિવાર | ૦.૦૩ |
| ૧૭ | ૩જું | રવિવાર | ૦.૦૫ |
| ૧૮ | ૩જું | સોમવાર | ૦.૦૬ |
| ૧૯ | ૩જું | મંગળવાર | ૦.૧૦ |
| ૨૦ | ૩જું | બુધવાર | ૦.૧૫ |
| ૨૧ | ૩જું | ગુરુવાર | ૦.૨૨ |
| અઠવાડિયું ૩ કુલ | - | - | ૦.૬૨ |
| ૨૨ | ૪થું | શુક્રવાર | ૦.૩૮ |
| ૨૩ | ૪થું | શનિવાર | ૧.૦૦ |
| ૨૪ | ૪થું | રવિવાર | ૧.૮૫ |
| ૨૫ | ૪થું | સોમવાર | ૧.૭૫ |
| ૨૬ | ૪થું | મંગળવાર | ૨.૩૫ |
| ૨૭ | ૪થું | બુધવાર | ૨.૭૫ |
| ૨૮ | ૪થું | ગુરુવાર | ૨.૦૦ |
| અઠવાડિયું ૪ કુલ | - | - | ૧૨.૦૮ |
| ૨૯ | ૫મું | શુક્રવાર | ૨.૨૫ |
| ૩૦ | ૫મું | શનિવાર | ૪.૬૫ |
| ૩૧ | ૫મું | રવિવાર | ૭.૧૦ |
| ૩૨ | ૫મું | સોમવાર | ૨.૨૦ |
| ૩૩ | ૫મું | મંગળવાર | ૩.૦૦ |
| ૩૪ | ૫મું | બુધવાર | ૩.૫૦ |
| ૩૫ | ૫મું | ગુરુવાર | ૩.૦૦ |
| અઠવાડિયું ૫ કુલ | - | - | ૨૫.૭૦ |
| ૩૬ | ૬ઠ્ઠું | શુક્રવાર | ૨.૭૫ |
| ૩૭ | ૬ઠ્ઠું | શનિવાર | ૪.૫૦ |
| ૩૮ | ૬ઠ્ઠું | રવિવાર | ૬.૫૦ |
| ૩૯ | ૬ઠ્ઠું | સોમવાર | ૨.૬૫ |
| કુલ (૩૯ દિવસ) | - | - | ૫૫.૪૦ |
