ભારત માટે ખુશીના સમાચાર! Oscar 2027 રેસમાં પહોચી બે ફિલ્મો, 'ગોંધલ' અને 'અંગ' લીસ્ટમાં સામેલ

ઓસ્કાર 2027 માટે આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ શ્રેણીમાં ભારતની બે ફિલ્મો 'અંગ' અને 'ગોંધલ' ને સ્થાન મળ્યું છે. આ ફિલ્મો લોસ એંજલ્સમાં યોજાનાર સમારોહમાં વિશ્વભરની અન્ય ફિલ્મો સાથે સ્પર્ધા કરશે.

By: Nilesh JethvaEdited By:Nilesh JethvaPublish Date: Wed, 25 Nov 2026 03:45 PM (IST)Updated: Wed, 25 Nov 2026 03:45 PM (IST)
gondhal-and-angh-eligible-for-international-feature-film-category-at-oscars-2027
Oscar 2027

Oscar 2027: ઓસ્કાર એવોર્ડ 2027 (Oscar 2027) આવતા વર્ષે 14 માર્ચના રોજ લોસ એંજલ્સના ડોલ્બી થિયેટરમાં યોજાશે. જેની યજમાની કોનન ઓ બ્રાયન કરશે. ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ સિરિઝની પાત્રતા યાદી જાહેર કરી દેવામાં આવી છે અને તેમા ભારતીય ફિલ્મોને જગ્યા મળી છે. Academy of Motion Picture Arts and Sciences એ ઈન્ટરનેશન ફીચર ફિલ્મ, એનિમેટેડ ફીચર ફિલ્મ અને ડોક્યૂમેન્ટ્રી ફીચર ફિલ્મની શ્રેણીમાં વિચાર માટે ફિલ્મોની જાહેરાત કરી છે.

કઈ ભારતીય ફિલ્મને મળી જગ્યા

ફિલ્મ 'અંગ' ને ટોરેન્ટ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્લેટફોર્મ એવોર્ડ જીતીને રેસમાં એન્ટ્રી કરી લીધી છે. તમને જણાવી દઇએ કે, આ ફિલ્મના નિર્માતા થેજા રિયો છે. આ ઉપરાંત રોમાનિયાની ફ્યોર્ડ જેણે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પાલ્મે ડી ઓર જીત્યો હતો તે આ યાદીનો ભાગ છે. આપણે ભારતીય ફિલ્મ વિશે વાત કરીએ તો ફિલ્મ ગોધલ જાપાન, ઓસ્ટેલિયા, ફ્રાન્સ,જર્મની અને દક્ષિણ કોરિયા જેવા દેશોની ફિલ્મો સાથે સ્પર્ધા કરશે. ધ હોલિવુડ રિપોર્ટરની એક રિપોર્ટ પ્રમાણે વિવિધ દેશો અને પ્લેટફોર્મ તરફથી 1000 ફિલ્મો મોકલવામાં આવી હતી.

104 ફિલ્મો સાથે થશે ગોંઘલની સ્પર્ધા

આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ કેટેગરીમાં ભારતની ગોંધલ ઉપરાંત ફ્રાન્સની મિનોટર, સ્પેનની લા બોલા નેગ્રા, બ્રાજીલની ગુગૂજ વર્લ્ડ, નોર્વેની ગ્રોથ ઓફ ધ સોઈલ, જર્મનીની એવરીટાઈમ, ઈટાલીની ધ સ્પાઈરલ અને જાપાનની ઓલ ઓફ અ સડન જેવી ફિલ્મો સાથે સ્પર્ધા થશે. આ ઉપરાંત દક્ષિણ કોરિયાની પોસિબલ લવ, મેક્સિકોની ઓન ધ રોજ, ડેન્કાર્કની વુમન અનનોન, ઈરાનની લેંડ ઓફ એંજલ્સ અને કેનેડાની નીના રોજા પણ યાદીમાં સામેલ છે.

તમને જણાવી દઈએ કે, એલિજિબિલિટ લિસ્ટમાં સામેલ થયા પછી હવે ગોધલ અને અંગ બન્ને વોટિંગના શરુઆતના તબક્કામાં સામેલ થઈ શકે છે. ત્યાર બાદ એકેડમીક શોર્ટ લિસ્ટની જાહેરાત કરવામાં આવશે. અને છેલ્લે ફાઈનલ નોમિનેશન નક્કી કરવામાં આવશે.

ઈન્ટરનેશનલ ફિલ્મ કેટેગરી માટે શું છે નિયમ?

તમને જણાવી દઈએ કે આ કેટેગરીમાં જગ્યા બનાવવા માટે ફિલ્મોએ કેટલીક શરતોનું પાલન કરવું પડે છે. ફિલ્મની લંબાઈ 40 મિનિટથી વધારે હોવી જોઈએ. ફિલ્મ અમેરિકાની બહાર બનેલી હોવી જોઈએ. આ ઉપરાંત ફિલ્મના 50 ટકાથી વધુ ડાયલોગ અંગ્રેજી સિવાયની ભાષાના હોવા જોઈએ. આ તમામ શરતોનું પાલન કરતી ફિલ્મો જ ઈન્ટરનેશનલ ફિલ્મ ફીચર ફિલ્મની કેટેગરીમાં એન્ટ્રી કરી શકે છે.