JFF Mumbai 2026:મુંબઈમાં યોજાશે સિનેના જગતનો મહાકુંભ, 28મી ઓક્ટોબરથી જાગરણ ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત

JFF Mumbai 2026:સિનેમા જગતના સૌથી લોકપ્રિય અને સૌથી મોટા સમારંભ જાગરણ ફિલ્મ ફેસ્ટિવલ(JFF) 2026 હવે માયાનગરી એટલે કે મુંબઈમાં યોજાવા જઈ રહ્યો છે. જાગરણ ફિલ્મ ફેસ્ટિવલની મુંબઈ વર્ઝનને લઈ સિનેપ્રેમિયોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 21 Oct 2026 04:25 PM (IST)Updated: Wed, 21 Oct 2026 05:48 PM (IST)
jagran-film-festival-mumbai-2026-jff-new-edition-start-from-28th-october-know-more-details

 JFF Mumbai 2026:સિનેમા જગતના સૌથી લોકપ્રિય અને સૌથી મોટા સમારંભ જાગરણ ફિલ્મ ફેસ્ટિવલ(JFF) 2026  હવે માયાનગરી એટલે કે મુંબઈમાં યોજાવા જઈ રહ્યો છે. જાગરણ ફિલ્મ ફેસ્ટિવલની મુંબઈ વર્ઝનને લઈ સિનેપ્રેમિયોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 

JFF મુંબઈમાં આ વખતે 500થી વધારે ફિલ્મો અંગે અરજી પ્રાપ્ત થઈ હતી, જેમાંથી 130 શાનદાર ફિલ્મોની પસંદગી થઈ છે અને સમારંભમાં પ્રદર્શિત કરવામાં આવશે. ચાલો આ લેખમાં આજે આપણે જાણશું કે જાગરણ ફિલ્મ મહોત્સવ મુંબઈમાં આ વખતે કઈ કઈ ખાસ બાબતને આવરવા જઈ રહેલ છે.

28 ઓક્ટોબરથી શરૂ થશે JFF મુંબઈ

જાગરણ ફિલ્મ ફેસ્ટિવલ વર્ષોથી કલા, સંસ્કૃતિ અને કહાની કહેવાની ખસ કલા રજૂ કરવા અંગે મોટું મંચ છે. આ ઉપરાંત આ ફિલ્મ સમારંભનો ઉદ્દેશ ફિલ્મ નિર્માતા, કલાકારો અને સિનેમાપ્રેમીઓને એક સાથે જોડી રાખવાનો છે. મુંબઈમાં યોજનાર JFFમાં પણ કંઈક એવું જોવા મળશે કે જેની શરૂઆત 28 ઓક્ટોબરથી યોજાવા જઈ રહેલ છે. ફિલ્મ મહોત્સવનો શેડ્યુઅલ આ પ્રકારે છે-

naidunia_image

  • જાગરણ ફિલ્મ ફેસ્ટિવલ (JFF 2026)- મુંબઈ
  • મહોત્સવની તારીખોઃ 28થી 31 ઓક્ટોબર 2026
  • સ્થળઃ સિનેપોલિસ, ફન રિપબ્લિક મોલ, અંધેરી વેસ્ટ, મુંબઈ
  • પુરસ્કાર સમારંભની તારીખઃ 1 નવેમ્બર 2026, સાંજે 7:30 વાગ્યાથી
  • સ્થળઃ ગ્રાન્ડ સંગમ બોલરુમ, JW મેરિયટ, જૂહુ, મુંબઈ
  • થીમઃ સિનેમાથી પ્રેમ ન કરો, તેને જીઓ.

ફિલ્મોની સ્ક્રીનિંગની વિગતો

જાગરણ ફિલ્મ ફેસ્ટીવલ મુંબઈ એડિશન માટે આ વખતે 500થી વધારે ફિલ્મોની એન્ટ્રીઝ આવી હતી. જેમાં દેશ અને વિદેશોના સિનેમાનો સમાવેશ થાય છે. જેમાં વિવિધ કેટેગરીની દ્રષ્ટિએ ફિલ્મોની પસંદગી કરી છે, જેની ડિટેલ્સ આ પ્રકાર છે-

naidunia_image

 

  • કૂલ પ્રાપ્ત ફિલ્મોઃ 500થી વધારે
  • સ્ક્રીન કરવામાં આવેલ કૂલ ફિલ્મ(JFF 2026-મુંબઈ):130
  • ભારતીય ફિચર ફિલ્મ-33
  • 51 ભારતીય લઘુ ફિલ્મ(શોર્ટ્સ)-51
  • ભારતીય ડોક્યુમેન્ટ્રી- 11
  • આંતરરાષ્ટ્રીય ફિચર ફિલ્મો- 12
  • 17 આંતરરાષ્ટ્રીય લઘુ ફિલ્મ(શોર્ટ્સ)- 17
  • આંતરરાષ્ટ્રીય ડોક્યુમેન્ટ્રી-6

25થી વધારે દેશોએ લીધો ભાગ

જાગરણ ફિલ્મ ફેસ્ટીવલ 2026ની આગામી આવૃત્તિ માટે 25થી વધારે દેશોએ સિનેમા જગતે ભાગ લીધો છે. જેમાં 35થી વધારે ભાષાની ફિલ્મો અને ડોક્યુમેન્ટ્રી સામે છે. વિસ્તારથી આ બાબત અંગે જાણકારી મેળવવામાં આવે તો તેમાં ઈન્ટરનેશનલ લેવલની 20 વિવિધ ભાષાની ફિલ્મો અને 15 ભારતીય ભાષાના સિનેમાનો સાર ઉપસ્થિત છે.

naidunia_image

આ ઉપરાંત 24 ફિલ્મો એવી છે કે જેનું પ્રીમિયર જાગરણ ફિલ્મ ફેસ્ટિવ મુંબઈ 2026 દરમિયાન કરવામાં આવશે. જ્યારે વર્લ્ડ પ્રીમિયરમાં 13, એશિયા પ્રીમિયરમાં 2 અને ઈન્ડિયા પ્રીમિયર માટે 9 ફિલ્મોની પસંદગી કરવામાં આવી છે.

ઓપનિંગ અને ક્લોઝીંગ ફિલ્મો (મુંબઈ)

મુંબઈમાં યોજાવા જઈ રહેલ જાગરણ ફિલ્મ ફેસ્ટીવલ ઓપનિંગ અને ક્લોઝીંગ સેરેમનીને ધ્યાનમાં રાખી પસંદ કરાયેલી ફિલ્મોને વિવિધ કેટેગરીના આધારે પસંદ કરવામાં આવી છે.

ઓપનિંગ ભારતીય ફિચર ફિલ્મ (એશિયા પ્રીમિયર)-પાસ્ટ ટેન્સ(Pastt Tense)

નિર્દેશકઃ અનંત નારાયણ મહાદેવન

સમયઃ 112 મિનિટ

ભાષાઃ હિન્દી

દેશઃ ભારત


ઓપનિંગ આંતરરાષ્ટ્રીય ફિચર ફિલ્મ (ઈન્ડિયા પ્રીમિયર)-સ્ટીલ અવે(Steal Away)

નિર્દેશકઃ ક્લોમેન્ટ વિર્ગો

સમયઃ 113 મિનિટ

ભાષાઃ અંગ્રેજી, ફ્રેંચ, લિંગાલા

દેશઃ કેનેડા, બેલ્જિયમ

કન્ટ્રી ફોકસ (વિશેષ દેશ)- એનેસ્કુ, સ્કિન્ડ અલાઈવ (Enescu, Skinned Alive)

નિર્દેશકઃટોમા એનાચે

ભાષાઃ રોમાનિયાઈ, ફ્રેંચ

ક્લોઝીંગ ફિલ્મ-ગોંધલ (Gondhal)

નિર્દેશકઃ સંતોષ દવખર

સમયઃ 120 મિનિટ

ભાષાઃ મરાઠી, ભારત

આ ફિલ્મ ઓસ્કાર માટે સત્તાવાર રીતે એન્ટ્રી કરી છે

JFF મુંબઈમાં સેશનના આધાર પર સામેલ થનાર સેલેબ્સ


જે પ્રમાણે તમને જણાવવામાં આવેલ છે કે 28થી લઈ 31 ઓક્ટોબર સુધી મુંબઈમાં જાગરણ ફિલ્મ ફેસ્ટીવલ 2026ની આગામી એડિશન યોજાશે. તેમાં તમામ ફિલ્મ હસ્તીઓ ભાગ લેશે. તેની દરરોજની સેશન શેડ્યુઅલની વિગતો નીચે પ્રમાણે છે-

28 ઓક્ટોબર

  • આનંદ એલ.રાય અને અંશ દુગ્ગલ સાથે વાતચીત (ફિલ્મ 'નખરેવાલી')- બપોરે 12:15 વાગે
  • અદા શર્મા સાથે વાતચીત- બપોરે 1:00 વાગે
  • ઈમ્તિયાજ અલી અને મોહિત ચૌધરી સાથે વાતચીત- બપોરે 2:00 વાગે 
  • પરેશ રાવલ સાથે વાતચીત (આદિત્ય રાવલ, શારિબ હાશમી, તનિષ્ઠા ચેટર્જી અને અનંત નારાયણ મહાદેવન પણ સામેલ થશે)- સાંજે 5:30 વાગે

29 ઓક્ટોબર 2026

  • અમોલ ગુપ્તે સાથે વર્કશોપ-સવારે 10:45 વાગે
  • 'ધ ઓરેન્જ ઈકોનોમી' અને સ્કીલ-બેઝ ક્રિએટીવ એજ્યુકેશન (MAAC દ્વારા રજૂ સેશન)-બપોરે 12:00 વાગે 
  • શું તમારી પાસે કોઈ હુનર છે....? એક્ટિંગ....ફિલ્મ મેકિંગ...રાઈટિંગ...એડિટિંગ....સિનેમેટોગ્રાફી.....વગેરે. તેનાથી પૈસા કમાવો (શિખર થિએટરવાલા સાથે)- બપોરે 12:45 વાગે.
  • કાસ્ટિંગ સત્ર: મુકેશ છાબરા; તેઓએ તમને શા માટે કાસ્ટ કરવા જોઈએ? - બપોરે 2:45

30 ઓક્ટોબર, 2026

 

  • સૌરભ સચદેવા સાથે અભિનય વર્કશોપ: તમે એક અભિનેતા છો... તો તમને શું પાછળ રાખી રહ્યું છે? - બપોરે 2:45
    31 ઓક્ટોબર, 2026

એરેના એનિમેશન દ્વારા AI ફિલ્મ નિર્માણ વર્કશોપ - બપોરે 12:15

એક પાત્રનું કાસ્ટિંગ - અનમોલ આહુજા સાથે કાસ્ટિંગ સત્ર - બપોરે 3:15

જાગરણ ફિલ્મ ફેસ્ટિવલ મુંબઈ 2026 માં કેવી રીતે જોડાવું

 નીચે આપવામાં આવેલ QR Code અને વેબસાઈટના માધ્યમથી તમે આ ફિલ્મ ફેસ્ટિવલ સાથે સરળતાથી જોડાઈ શકો છો.

naidunia_image

સ્ક્રીનિંગના શિડ્યુઅલ અંગે વધારે માહિતી મેળવવા માટે  www.jff.co.in/mumbai-schedule/પર ક્લિક કરી શકો છો.

આ ઉપરાંત મહોત્સવની અન્ય માહિતી માટે તમે વેબસાઈટ:  www.jff.co.in ની મદદ લઈ શકાય છે.