Entertainment News: સોની સબ ટીવી પરની સૌથી લોકપ્રિય સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં (Taarak Mehta Ka Ooltah Chashmah) 'અંજલી ભાભી' (Anjali Bhabhi) ભૂમિકા ભજવી ચૂકેલી અભિનેત્રી નેહા મહેતાને (Neha Mehta)આજે પણ દર્શકો મિસ કરી રહ્યા છે. 2020માં નેહાએ તારક મહેતા શૉ (TMKOC) છોડી દીધા બાદ તે ખાસ લાઈમ લાઈટમાં નથી. જો કે નેહા મેહતાના ફેન્સ માટે ખુશ ખબર છે. હકીકતમાં નેહા સોની સબ ટીવીની અન્ય એક સીરિયલ 'ઈત્તી સી ખુશી'માં જોવા મળશે.
ગૉસિપ ટીવીના એક રિપોર્ટ પ્રમાણે, સુમ્બુલ તૌકીર અને રજત વર્મા સ્ટારર 'ઈત્તી સી ખુશી' સીરિયલમાં નેહા મેહતા જોવા મળશે. આ સીરિયલમાં નેહા અન્વિતાની માતાની ભૂમિકા ભજવતી દેખાશે.
આ પણ વાંચો
હકીકતમાં 'ઈત્તી સી ખુશી' શૉમાં ઘણાં લાંબા સમયથી અન્વિતાની માતા ગાયબ જોવા મળી રહી છે. એવામાં નેહા મેહતા અન્વિતાની માતાની ભૂમિકામાં લાવીને શૉમાં નવો વળાંક આપવામાં આવશે.
ઈત્તી શી ખુશી સીરિયલની કહાની ટૂંકમાં
સીરિયલ ઈત્તી સી ખુશીમાં સુમ્બુલ તૌકીર અન્વિતા નામની યુવતીની ભૂમિકા ભજવી રહી છે, જે પોતાના ચાર ભાઈ-બહેનોના પરિવારને સાચવે છે. આ સાથે જ તે પોતાના દારૂડિયા પિતાની પણ કાળજી લે છે. અન્વિતા પોતાના ભાઈ-બહેનની તમામ જરૂરિયાતોને પૂરી કરવા માટે દિવસ-રાત એક કરીને પૈસા કમાય છે. હવે નેહા મહેતાની આ શૉમાં એન્ટ્રી થવાથી નવો ટ્વીસ્ટ આવશે અને ખબર પડશે કે, આખરે તે પોતાના પરિવારને છોડીને કેમ જતી રહી હતી.
જણાવી દઈએ કે, નેહા મેહતાએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં 12 વર્ષ સુધી સતત કામ કર્યો હતો. જો કે 5 વર્ષ પહેલા 2020માં નેહાએ શૉને અલવિદા કહી દેતા તેના ચાહકો પણ ચોંકી ઉંઠ્યા હતા.
અગાઉ એક ઈન્ટર્વ્યૂમાં નેહા મેહતાએ તારક મહેતા શૉ છોડવા પાછળનું કારણ જણાવતા કહ્યું હતું કે, તેને છેલ્લા 6 મહિનાનું પેમેન્ટ નથી મળ્યું. આ માટે મેં શૉના મેકર્સને અનેકવાર ફોન પણ કર્યો હતો. આખરે મારે શૉ છોડવાનો નિર્ણય લેવો પડ્યો.
