Entertainment News: સાઉથ એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu) અને તેના પતિ રાજ નિદિમોરુંએ (Raj Nidimoru) પોતાના પ્રથમ બાળકનું સ્વાગત કર્યું છે.
સામંથાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતાં પુત્ર જન્મની ખુશખબર આપવા સાથે તેની પ્રથમ ઝલક પણ દેખાડી છે. જો કે હજુ સુધી અભિનેત્રીએ બાળકનો ચહેરો દેખાડ્યો નથી. સામંથા રૂથ પ્રભુએ પોતાની પોસ્ટમાં એક સુંદર સંદેશ સાથે જ પુત્રના નામનો પણ ખુલાસો કર્યો છે. જે બાદ આ સ્ટાર કપલને શુભેચ્છાઓ મળવાની શરૂઆત થઈ ચૂકી છે.
મારા લાડકા દીકરાનું નામ દેવ નિદિમોરું | Samantha Ruth Prabhu Baby Boy
પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં સામંથાએ ફેન્સ સમક્ષ પુત્ર જન્મની ખુશખબરી શેર કરી છે. અભિનેત્રીએ પોસ્ટમાં લખ્યું ચે કે, અમારો લાડકો દીકરો, દેવ નિદિમોરું. 19 નવેમ્બરે આ અમારી જિંદગીની અત્યાર સુધીની સૌથી ઉત્તમ ક્ષણ છે. આ સાથે જ શેર કરેલી તસવીરમાં સામંથા અને તેના પતિ રાજના હાથમાં નવજાત પુત્રનો હાથ જોવા મળી રહ્યો છે. જો કે તસવીરમાં ચહેરો છુપાવી રાખવામાં આવ્યો છે.
ગત વર્ષે જ સામંથા અને રાજ લગ્નગ્રંથિથી બંધાયા
સામંથા અને રાજ 2021માં સુપરહિટ વેબ સિરીઝ ધી ફેમિલી મેન સિઝન 2માં સાથે કામ કર્યું હતુ. જે બાદ 2024માં આવેલી વેબ સિરીઝ 'સિટાડેલઃ હની બની'માં પણ બન્નેએ ફરીથી સાથે કામ કર્યું હતુ. આ દરમિયાન બન્ને વચ્ચેના ગાઢ સબંધો પ્રેમમાં પરિણમ્યા હતા.
આખરે ગત વર્ષે ડિસેમ્બર 2025માં સામંથા અને રાજે કોઈમ્બતુર સ્થિત ઈશા યોગ કેન્દ્રમાં આવેલા લિંગ ભૈરવી મંદિરમાં લગ્નગ્રંથિથી જોડાઈ ગયા હતા. રાજ અને સામંથા બન્નેના આ બીજા લગ્ન છે. આ વર્ષે જૂન મહિનામાં જ સામંથાએ પોતાની પ્રેગ્નેન્સી એનાઉન્સ કરી હતી. હવે પ્રથમ મેરેજ એનિવર્સરી પૂર્વે જ આ કપલે પોતાના પ્રથમ સંતાન સ્વરૂપે પુત્રનું સ્વાગત કર્યું છે.
