Entertainment News, VIRAL VIDEO: હાલના દિવસોમાં દેશ-વિદેશમાં પંજાબી ગાયકોનો ક્રેઝ વધી રહ્યો છે. વિદેશમાં પંજાબી સિંગરનો કોન્સર્ટની ટિકિટો પણ ચપોચપ વેચાઈ જતી હોય છે. જો કે એવી કેટલીક ઘટનાઓ પણ સામે આવે છે, જેના કારણે કોન્સર્ટનું વાતાવરણ ખરાબ થઈ જાય છે.
થોડા દિવસ અગાઉ પંજાબી સિંગર કરણ ઔજલા પર UK કોન્સર્ટ દરમિયાન ફેન્સે જૂતુ ફેંક્યું હતુ. હવે આવી જ ઘટના પંજાબી સિંગર અને એક્ટર દિલજીત દોસાંઝના શૉમાં ઘટી છે.
હકીકતમાં કોન્સર્ટનો એક વીડિયો સામે આવ્યો છે. પેરિસ ટૂર સમયે દિલજીત પટિયાલા પૈક ગીત ગાઈ રહ્યો હોય છે, ત્યારે જ એક ફેન પોતાનો મોબાઈલ ફોન સ્ટેજ તરફ ફેંકી દે છે. જે બાદ દિલજીત ફોનને ઉઠાવીને ફેનને સમજાવે છે અને કહે છે કે, યાર આવું ના કરશો, પ્રેમ આપો. આવી રીતે ફોન ખરાબ પણ થઈ શકે છે. જો કે બાદમાં દિલજીતે પોતાનું જેકેટ ઉતારીને ફેન્સને ગિફ્ટમાં આપી દીધુ હતુ.
ઉલ્લેખનીય છે કે, પંજાબના અન્ય સિંગર કરણ ઔજલા પર પણ લાઈવ પર્ફોમન્સ દરમિયાન જૂતુ ફેંકવામાં આવ્યું હતુ. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વયારલ થયો હતો. જેના પગલે કોન્સર્ટને અધવચ્ચે અટકાવી દેવામાં આવી હતી. કરણ ઔજલાએ પોતાના પર જૂતા ફેંકનારે સ્ટેજ પર આવીને આમને-સામને વાત કરવા માટે પડકાર પણ ફેંક્યો હતો.
કરણ ઔજલાએ કહ્યું કે, હું એટલું ખરાબ પણ નથી ગાઈ રહ્યો કે તમારે મને જૂતા મારવા પડે. જો તમને મારાથી કોઈ સમસ્યા હોય તો સ્ટેજ પર આવો અને મારી સાથે વાત કરો.
