IND vs NZ:ઈન્ડિયા-ન્યૂઝીલેન્ડ ટીમ વચ્ચે સર્જાયું ડ્રામા, થર્ડ અમ્પાયરના નિર્ણયથી શુભમન ગિલ જોવા મળ્યો નારાજ, જુઓ Video

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન બન્ને ટીમો વચ્ચે ભારે ડ્રામા જોવા મળ્યો હતો.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 19 Nov 2026 01:56 PM (IST)Updated: Thu, 19 Nov 2026 02:20 PM (IST)
ind-vs-nz-1st-test-shubman-gill-involved-in-heated-drs-discussion-with-umpire-after-india-loses-review

Shubman Gill Umpire Argument, IND vs NZ 1st Test: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન બન્ને ટીમો વચ્ચે ભારે ડ્રામા જોવા મળ્યો હતો. જ્યારે ગ્લેન ફિલિપ્સ સામે રિવ્યુ લીધા બાદ ભારતે તેનો DRS ગુમાવી દીધો હતો. પણ ટીમ થર્ડ અમ્પાયરના આ નિર્ણયને લઈ બિલકુલ નારાજ જોવા મળતી હતી. આ અંગેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

DRS થી સર્જાયો વિવાદ

જ્યારે DRS લેવામાં આવ્યો ત્યારે મેચની 31મી ઓવર ચાલતી હતી અને જયપ્રીસ બુમરાહની ઓવર ચાલી રહી હતી. ભારત તરફથી LBW માટે અપીલ કરવામાં આવી હતી ને મેદાનમાં રહેલા અમ્પાયર દ્વારા ટીમ ઈન્ડિયાની માંગને નકારી દીધી હતી. અલબત ટીમના કેપ્ટન ગિલ અને બોલર બુમરાહ વચ્ચે વાતચીત થયા બાદ DRS લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ ન્યૂઝીલેન્ડ સામે વનડે શ્રેણી જીત્યા બાદ ટીમ ઈન્ડિયા પર આઈસીસીએ ફટકાર્યો દંડ, જાણો શું છે કારણ

બેટનો સંગમ થવા અંગે વીડિયોમાં જોવા મળી હકીકત 

સિસ્મોમીટરમાં સમગ્ર હરકતને જોવા મળતી હતી, આ સંજોગોમાં બેટ બોલને સ્પર્શ કર્યો ન હતો. રિપ્લેમાં સ્પષ્ટપણે જોઈ શકાતું હતું કે અંદરની કિનારને બેટ અડ્યું ન હતું.

આ સંજોગોમાં થર્ડ અમ્પાયર પોલ રાઈફલે વીડિયોને સ્લો મોશનમાં સતત રીપ્લે કરવાની માંગ કરી હતી. આ સંજોગોમાં એવું લાગતું હતું કે બોલમાં સામાન્ય ડિફ્લેક્શનની સ્થિતિ છે ને તેને લીધે ઓન-ફિલ્ડ અમ્પાયર રિચર્ડ ઈલિંગવર્થને નોટ-આઉટ કરવાના નિર્ણય પર યથાવત રાખવા માટે કહ્યું હતું.


આ સાથે જ આ અંગે ટીમ ઈન્ડિયામાં સતત નારાજગી જોવા મળતી હતી. તેમણે ઈલિંગવર્થને કહેવાનો પ્રયત્ન કર્યો કે બેટિંગ અને બોલમાં ગેપ અગાઉથી જ છે. આ માટે તેમણે ગિલને પણ સમજાવ્યો. અલબત ભારતીય ટીમના કેપ્ટન આ અંગે સહમત ન હતા અને તેઓ સતત નારાજ હોવાની પ્રતિક્રિયા આપતા હતા.