IND vs NZ Score:પહેલા દિવસની રમત પૂરી, ન્યૂઝીલેન્ડ 242/5, નિકોલ્સ-ફિલિપ્સ વચ્ચે થઈ નોટઆઉટ 173 રનની ભાગીદારી

IND vs NZ 1st Test Score: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે અને ન્યૂઝીલેન્ડે તેની પ્રથમ ઈનિંગમાં પ્રથમ દિવસે પાંચ વિકેટ ગુમાવીને 243 રન બનાવી લીધા છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 19 Nov 2026 12:19 PM (IST)Updated: Thu, 19 Nov 2026 12:34 PM (IST)
ind-vs-nz-1st-test-live-score-india-vs-new-zealand-wellington-test-match-scorecard-updates-highlights

IND vs NZ 1st Test Score:ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે અને ન્યૂઝીલેન્ડે તેની પ્રથમ ઈનિંગમાં પ્રથમ દિવસે પાંચ વિકેટ ગુમાવીને 243 રન બનાવી લીધા છે. આ દરમિયાન ન્યૂઝીલેન્ડ તરફથી સૌથી વધારે 113 રન હેનરી નિકોલ્સે બનાવ્યા છે અને ગ્લેન ફિલિપ્સે નોટઆઉટ રહીને 94 રન પર છે. 

 ન્યૂઝીલેન્ડ તરફથી શાનદાર સદી અને ગ્લેન ફિલિપ્સની અડધી સદીને લીધે ન્યૂઝીલેન્ડ પ્રથમ ટેસ્ટ મેચમાં મજબૂત સ્થિતિમાં આવી ગયું છે.

173 રનની ભાગીદારી 

વેલિંગ્ટનમાં ગુરુવારથી શરૂ થયેલ આ પ્રથમ ટેસ્ટમાં નિકલ્સ અને ફિલિપ્સની નોટઆઉટ ભાગીદારીને લીધે ન્યૂઝીલેન્ડને મજબૂત ટેકો મળ્યો હતો અને પ્રથમ દિવસે રમત પૂરી થઈ ત્યારે છ વિકેટ ગુમાવીને 173 રનની ભાગીદારી કરી લીધી હતી. 

 

ભારતીય બોલરોએ શાનદાર શરૂઆત કરેલી

કેપ્ટન શુભમન ગિલે આ અગાઉ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, શરૂઆતમાં તો પ્રથમ ઓવરમાં જ ટોમ લેથમને બુમરાહે ક્લિન બોલ્ડ કર્યો હતો.ત્યારબાદ અંશુલ કંબોજે ડેવોન કોન્વેને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. આ સાથે સાથે આકાશદીપે પણ વિકેટ લીધી હતી. તેણે ન્યૂઝીલેન્ડના સ્ટાર બેટ્સમેન રચિન રવીન્દ્રને આઉટ કર્યો હતો.

અડધી ટીમ 70 રનમાં આઉટ થઈ ગઈ

આ અગાઉ બુમરાહે ફરીથી ડેરિલ મિચેલ અને ટોમ બ્લંડેલને આઉટ કરી ન્યૂઝીલેન્ડને મુશ્કેલીમાં મુકી દીધા હતા. ન્યૂઝીલેન્ડની અડધાથી પણ વધારે ટીમ માત્ર 70 રનના સ્કોર પર પેવેલિયન પરત જતી રહી હતી.

જોકે દિવસ પૂરો થયો ત્યા સુધીમાં પ્રસિદ્ધ કૃષ્ણાએ ભારતીય ટીમ માટે એક સારી તકનું સર્જન કર્યું હતું. પણ દેવદત્ત પડિક્કલે નિકલ્સનો બિલકુલ સરળ કેચ છોડી દીધો હતો. હવે જોવાનું રહેશે કે ભારતીય બોલરો આવતીકાલે ન્યૂઝીલેન્ડની જામી ગયેલી જોડીને વહેલા કેવી રીતે પેવેલિયન પરત મોકલે છે અને પૂરી ટીમને કેટલા રનમાં સમેટી લેશે.