Entertainment News: 'બસ એક ભૂલ..!'- અક્ષયકુમારનું લગ્ન બાદ પણ આ હીરોઈન સાથે હતુ લફરું, ટ્વીન્કલ ખન્નાએ છોડ્યું'તુ પતિનું ઘર

એક અભિનેતા તરીકે તમારે જવાબદાર હોવું જોઈએ. જો તમારી પત્ની એક અભિનેત્રી રહી ચૂકી હોય, તો તે ઈન્ડસ્ટ્રી વિશે બધુ જ જાણતી હોય

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 20 Oct 2024 09:34 PM (IST)Updated: Sun, 20 Oct 2024 09:35 PM (IST)
entertainment-news-bollywood-director-sunil-darshan-on-akshay-kumar-affair-with-priyanka-chopra
HIGHLIGHTS
  • ડિરેક્ટર સુનિલ દર્શને યુટ્યુબ ચેનલ સાથે વાતચીત કરતા કર્યો મોટો ખુલાસો

Entertainment News: ફિલ્મો અને લાઈફસ્ટાઈલ ઉપરાંત બૉલિવૂડ સ્ટાર્સ તેમના અફેરને લઈને પણ કાયમ ચર્ચામાં રહેતા હોય છે. આવું જ એક નામ બૉલિવૂડના 'ખિલાડી' અક્ષયકુમાર છે, જેના લગભગ તેની સાથે કામ કરનાર મોટાભાગની અભિનેત્રીઓ સાથે નામ જોડાઈ ચૂક્યું છે. એવામાં બૉલિવૂડના ડિરેક્ટર સુનિલ દર્શને અક્ષયકુમારના લગ્નેતર સબંધને લઈને મોટો ખુલાસો કર્યો છે.

સુનિલ દર્શને જણાવ્યું કે, 90ના દાયકામાં અમે 'બરસાત' ફિલ્મ બનાવી રહ્યા હતા. જેમાં બિપાશા બસુ, પ્રિયંકા ચોપરા અને અક્ષયકુમાર મુખ્ય ભૂમિકામાં હતા. જ્યારે આ ફિલ્મનું શુટિંગ ચાલી રહ્યું હતુ, ત્યારે પ્રિયંકા અને અક્ષયકુમારના અફેરની ચર્ચાઓએ જોર પકડ્યું હતુ. જ્યારે અક્ષયકુમારની પત્ની ટ્વીન્કલ ખન્નાને આ વાતની જાણ થઈ, તો તેણે પતિનું ઘર પણ છોડી દીધુ હતુ.

યુટ્યુબ ચેનલ ફ્રાઈડે ટૉકીઝ સાથે વાતચીત કરતા સુનિલ દર્શને જણાવ્યું કે, 'બરસાત' ફિલ્મનું શુટિંગ શરૂ થયુ, ત્યારથી ફિલ્મના હીરો અક્ષયકુમાર અને તેની પત્ની વચ્ચે સમસ્યા સર્જાવા લાગી. અક્ષયકુમાર અને પ્રિયંકા ચોપરા સાથે બરસાદનું શુટિંગ પહેલા જ શરૂ થઈ ચૂક્યું હતુ. આ ફિલ્મને એક જ શિડ્યુલમાં શૂટ કરવાની હતી. જો કે શિડ્યૂલના 5 દિવસ પહેલા અક્ષયકુમારે મને ફોન કરીને મળવા બોલાવ્યો હતો.

સુનિલ દર્શને ખુલાસો કરતાં જણાવ્યું કે, જ્યારે તેઓ અક્ષયકુમારને મળ્યા, ત્યારે અભિનેતાએ પોતાની એક ભૂલનો ઉલ્લેખ કર્યો હતો. જેના કારણે અક્ષયે બરસાદ ફિલ્મ છોડવાનો નિર્ણય પણ લઈ લીધો હતો. કેટલીક ભૂલો થઈ ચૂકી હતી. પ્રિયંકા ચોપરા અને અક્ષયકુમાર વિશે કેટલીક અફવાઓ ફેલાવા લાગી, જેના કારણે ટ્વીન્કલ ખન્નાએ પતિનું ઘર પણ છોડી દીધુ હતુ.

વધુમાં ડાયરેક્ટરે જણાવ્યું કે, એક અભિનેતા તરીકે તમારે જવાબદાર હોવું જોઈએ. જો તમારી પત્ની એક અભિનેત્રી રહી ચૂકી હોય, તો તે ઈન્ડસ્ટ્રી વિશે બધુ જ જાણતી હોય. ટ્વીન્કલે અનેક દિગ્ગજ અભિનેતાઓ સાથે કામ કર્યું છે અને તે બધુ જ જાણતી હતી. આ માટે હું પ્રિયંકા ચોપરા તો તેના હિતમાં હતુ તે જ કરતી હતી, આથી હું તેને દોષ નથી આપતો.