Akshay Kumar Birthday:બોલિવૂડમાં ખિલાડી કુમાર તરીકે જાણીતા અક્ષય કુમારનો 9 સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ છે.આ વિશેષ પ્રસંગે ચાહકો સોશિયલ મીડિયા પર તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે. કરોડો દિલ પર રાજ કરતા અક્ષય કુમારના અંગત જીવન,પરિવાર તથા તેમની બોલિવૂડ સફર વિશેની મહત્વપૂર્ણ વિગતો અંગે આજે આપણે ચર્ચા કરશું.
દિલ્હીના મધ્યમ વર્ગમાં જન્મેલા અક્ષયના પિતા હરિઓમ ભાટિયા ભારતીય સેનામાં સેવા આપતા હતા.માતા અરુણા ભાટિયા છે અને તેમના માતા પ્રોડ્યુસર હતા, જેમણે હરિ ઓમ ભાટિયા પ્રોડક્શન હેઠળ 'રૂસ્તમ', નામ શબાના અને હોલીડે જેવી સફળ ફિલ્મો બનાવી હતી. જ્યારે બહેન અલકા ભાટિયા છે, જે મીડિયા લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે.
શિક્ષણ અને કરિયરની શરૂઆત
અભ્યાસની સંઘર્ષયાત્રા: અક્ષય કુમાર 12મા ધોરણમાં પ્રથમ પ્રયાસે નાપાસ થયા હતા, પરંતુ બીજા પ્રયાસમાં તેમણે સફળતાપૂર્વક 12મું ધોરણ પાસ કર્યું હતું.
પ્રથમ ફિલ્મ: વર્ષ 1991માં રિલીઝ થયેલી તેમની ડેબ્યૂ ફિલ્મ 'સૌગંધ' બોક્સ ઓફિસ પર નિષ્ફળ (સુપરફ્લોપ) રહી હતી. આ ફિલ્મમાં તેમની સામે સાઉથ અભિનેત્રી શાંતિપ્રિયા મુખ્ય રોલમાં હતી.
શિક્ષણ અને કરિયરની શરૂઆત
અક્ષય કુમાર 12મા ધોરણમાં પ્રથમ પ્રયાસે નાપાસ થયા હતા, પરંતુ બીજા પ્રયાસમાં તેમણે સફળતાપૂર્વક ૧૨મું ધોરણ પાસ કર્યું હતું.વર્ષ 1991માં રિલીઝ થયેલી તેમની ડેબ્યૂ ફિલ્મ 'સૌગંધ' બોક્સ ઓફિસ પર સુપરફ્લોપ રહી હતી. આ ફિલ્મમાં તેમની સામે સાઉથ અભિનેત્રી શાંતિપ્રિયા મુખ્ય રોલમાં હતી.17 જાન્યુઆરી 2001ના રોજ તેમણે પૂર્વ અભિનેત્રી અને વર્તમાન પ્રખ્યાત લેખિકા ટ્વિંકલ ખન્ના સાથે લગ્ન કર્યા હતા.દંપતીને 15 સપ્ટેમ્બર 2002ના રોજ જન્મેલો પુત્ર આરવ અને એક પુત્રી નિતારા છે.આરવનું પ્રાથમિક શિક્ષણ મુંબઈમાં થયા બાદ તે હાલ સિંગાપોરમાં અભ્યાસ કરી રહ્યો છે અને કરાટેમાં રસ ધરાવે છે.
