Bollywood: આલોક નાથ શરાબ પીવે નહીં ત્યાં સુધી જ 'સંસ્કારી', કૉ-એક્ટ્રેસે બૉલિવૂડના 'સંસ્કારી બાબૂજી' પોલ ખોલતા કહ્યું- 'તેમની બે અલગ-અલગ પર્સનાલિટી'

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 08 Sep 2024 10:46 PM (IST)Updated: Sun, 08 Sep 2024 10:46 PM (IST)
bollywood-news-himani-shivpuri-statemen-on-co-star-alok-nath

Bollywood: બૉલિવૂડ ફિલ્મોમાં 90ના દાયકામાં રીમા લાગુ સિવાય જો કોઈ અભિનેત્રી માતા, ફોઈ, મામી અને સાસુ જેવી ભૂમિકામાં મેકર્સની પ્રથમ પસંદ હોય, તો હતી હિમાની શિવપુરી (Himani Shivpuri). જેણે સલમાન ખાન, શાહરુખ ખાનથી માંડીને બૉલિવૂડના અનેક સુપરસ્ટાર્સ સાથે કામ કર્યું છે. તાજેતરમાં જ હિમાની શિવપુરીએ એક પોડકાસ્ટ દરમિયાન બૉલિવૂલના 'સંસ્કારી બાબુજી'ની ઈમેજ ધરાવતા આલોક નાથ (Alok Nath)ની પોલ ખોલી છે.

હકીકતમાં હિમાની શિવપુરીએ સિદ્ધાર્થ કાનનના પૉડકાસ્ટમાં બૉલિવૂડની અનેક એવી સચ્ચાઈ ઉજાગર કરી છે, જેને સાંભળીને ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે. ખાસ કરીને આલોકનાથ વિશે.

હિમાની શિવપુરીએ આલોકનાથ વિશે જણાવ્યું કે, ભૂતકાળમાં મે અનેક ફિલ્મોમાં આલોકનાથ સાથે કામ કર્યું છે. જો કે જ્યાં સુધી તેઓ ડ્રિન્ક નથી કરતા ત્યાં સુધી જ તેઓ સંસ્કારી રહે છે. આલોકનાથની બે અલગ-અલગ પર્સનાલિટી છે. દારૂ પીધા પછી સંસ્કારી આલોકનાથનું કંઈક અલગ જ રૂપ જોવા મળે છે.

આટલું જ નહીં, હિમાની શિવપુરીએ પોતાની વાતચીત દરમિયાન એ ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેમાં અભિનેત્રીએ જણાવ્યું કે, નેશનલ સ્કૂલ ઑફ ડ્રામાના એ બનાવ સિવાય મને ક્યારેય આલોકનાથ સાથે તકલીફ નથી થઈ. મેં અનેક લોકોના મોંઢે સાંભળ્યું છે કે, દારૂ પીધા પછી આલોકનાથ એક અલગ જ વ્યક્તિ બની જાય છે.

એક વખત અમે એક એવોર્ડ ફંક્શન માટે જઈ રહ્યા હતા. તે સમયે આલોકનાથ ડ્રિન્ક કરીને નશામાં ધૂત થઈ ગયા હતા. તેમની પત્ની પણ તેમને શાંત કરવાનો પ્રયાસ કરી રહી હતી. મેં પણ આલોકનાથને સમજાવી જોયા હતા. જો કે નશામાં ધૂત થઈને ધમાલ મચાવતા હોવાથી આખરે આલોકનાથને પ્લેનમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા.

જણાવી દઈએ કે, હિમાની શિવપુરીએ આલોક નાથ સાથે 'કભી ખુશી-કભી ગમ', 'હમ સાથ-સાથ હૈ', 'હમ આપકે હૈ કૌન', 'પરદેશ' સહિત અડધો ડઝન ફિલ્મોમાં કામ કર્યું છે. જ્યારે આલોક નાથ ફિલ્મી પડદે મોટાભાગે 'સંસ્કારી બાબૂજી'ની ભૂમિકા ભજવતા રહે છે. આજ કારણોસર રિયલ લાઈફમાં પણ ફેન્સ તેમને બાબૂજીના નામે જ બોલાવે છે. જો કે 2018માં મીટુ આંદોલન વખતે આલોકનાથ પર આરોપ લાગતા તેમની છબી ખરડાઈ હતી.