IPL Mega Auction: 'શું હવે હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપમાં રોહિત શર્માં નહીં રમે?'- IPL 2025 પહેલા MIની ટીમમાં ધરખમ ફેરફારની શક્યતા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 08 Sep 2024 09:54 PM (IST)Updated: Sun, 08 Sep 2024 09:54 PM (IST)
ipl-mega-auction-mumbai-indian-team-to-be-change-ahead-of-2025-season

IPL Mega Auction: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024)માં હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતુ. હવે IPLની દરેક ટીમની નજર 2025ની સિઝન પર છે. IPL 2025 માટે મેગા ઑક્શન થશે. જેના માટે મુંબઈ ઈન્ડિયન્સ પોતાની ટીમમાં ધરખમ ફેરફાર કરી શકે છે. રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સની ટીમ વતી રમે છે કે કેમ? તે પણ એક મોટો પ્રશ્ન છે. જો કે હાર્દિક પંડ્યા ટીમના સુકાની તરીકે જળવાઈ રહેશે. મેગા ઑક્શન અગાઉ મુંબઈ ઈન્ડિયન્સમાં ચાર મોટા ફેરફાર જોવા મળી શકે છે, જેના કારણે ટીમના ફેન્સ નિરાશ થઈ શકે છે.

રોહિત શર્માની કેપ્ટનશિપમાં જ ટીમ ઈન્ડિયાએ 2024નો વર્લ્ડકપ જીત્યો હતો. હવે રોહિત શર્મા IPLમાં પણ ટીમનું સુકાન સંભાળવા ઈચ્છશે, પરંતુ હજુ સુધી કંઈ ટીમ તે નક્કી નથી. જો કે એવું મનાઈ રહ્યું છે કે, રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સને છોડીને IPL 2025ના મેગા ઑક્સનમાં ભાગ લઈ શકે છે. રોહિત શર્માની કેપ્ટનશિપમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પાંચ વખત IPLનો ખિતાબ જીતી ચૂકી છે. એવામાં જો રોહિત મેગા ઓક્શનમાં સામેલ થશે તો તેની ખૂબ જ ડિમાન્ડ રહી શકે છે.

IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સ ટીમના નિરાશાજનક પ્રદર્શન છતાં કેપ્ટનશિપમાં કોઈ ફેરફારની શક્યતા નથી. હકીકતમાં સફળ ટીમ પોતાના કેપ્ટન તેમજ ખેલાડીઓને લાંબા સમય સુધી તક આપતી હોય છે. એવામાં MI મેનેજમેન્ટ માત્ર એક સિઝન બાદ પોતાની ટીમના કેપ્ટનને બદલે તેવું લગભગ અશક્ય છે.

હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં સૂર્યકુમાર યાદવ મુંબઈ ઈન્ડિયન્સ વતી રમતો જોવા મળી શકે છે. રોહિત શર્માએ ટીમ ઈન્ડિયાને વિશ્વ વિજેતા બનાવ્યા બાદ T-20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. જે બાદ સૂર્યકુમાર યાદવને ટીમ ઈન્ડિયાની કમાન સોંપવામાં આવી છે. આથી સૂર્યકુમાર મુંબઈ ઈન્ડિયન્સ ટીમ સાથે જ જળવાઈ રહેવાનો નિર્ણય લઈ શકે છે.

હવે મુંબઈ ઈન્ડિયન્સ ટીમ માટે હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ અને બુમરાહ જેવા ટોચના ખેલાડીઓને 15 કરોડ કે તેથી વધુ રૂપિયાની ચૂકવણી કરવી મુશ્કેલ થઈ પડશે. મેગા ઑક્શન પહેલા જ MI મેનેજમેન્ટ જસપ્રિત બુમરાહને રિલીઝ કરી શકે છે. એવામાં જ બુમરાહ ઑક્શનનો ભાગ બનશે તો અન્ય ટીમો તેને લેવા માટે ઊંચી બોલી લગાવી શકે છે.