રોહિત શર્મા સાથેનો વીડિયો શેર કરવા બદલ Dhanashree Verma ટ્રોલ થઈ, આખરે પ્રાઈવેટ કરવો પડ્યો

રોહિત શર્મા સાથેનો વીડિયોને પોસ્ટ કરવા બદલ ધનશ્રી વર્માને ભારે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો અને આખરે તે વીડિયોને પ્રાઈવેટ કરવો પડ્યો, ચાલો જાણીએ વીડિયોમાં એવું તે શું હતું…

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Thu, 18 Sep 2025 01:17 PM (IST)Updated: Thu, 18 Sep 2025 01:17 PM (IST)
dhanashree-verma-shares-video-with-rohit-sharma-netizens-trolled-rise-and-fall

Dhanashree Verma Rohit Sharma video: ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની પૂર્વ પત્ની ધનશ્રી વર્મા હાલમાં 'રાઇઝ એન્ડ ફોલ' શોને કારણે ચર્ચામાં છે. આ શો એમેઝોન એમએક્સ પ્લેયર પર ચાલી રહ્યો છે, જ્યાં તે એક સ્પર્ધક તરીકે પહોંચી છે. હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર રોહિત શર્મા સાથેનો એક વીડિયો પોસ્ટ થયો હતો. જેને કારણે લોકો હવે તેને ટ્રોલ કરી રહ્યા છે.

રોહિત શર્મા સાથેનો વીડિયો પોસ્ટ કરવો ભારે પડ્યો

ધનશ્રી વર્માના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ભારતીય ક્રિકેટર રોહિત શર્મા સાથેનો એક વીડિયો શેર પોસ્ટ થયો છે. જેનું કેપ્શન હતું - યે વો વાલી બીમારી. આ વીડિયોમાં બે ક્લિપ જોડવામાં આવી હતી. પહેલી ક્લિપમાં રોહિત શર્મા છે અને બીજી ક્લિપમાં ધનશ્રી વર્મા છે. આ વીડિયોને પોસ્ટ કરવા બદલ તેને ભારે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો અને આખરે તે વીડિયોને પ્રાઈવેટ કરવો પડ્યો, ચાલો જાણીએ વીડિયોમાં એવું તે શું હતું…

પહેલી ક્લિપમાં રોહિત શર્મા T20 વર્લ્ડ કપ જીત્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરતા જોવા મળ્યા હતા. વાતચીત દરમિયાન રોહિત શર્મા શબ્દો ભૂલી જવાને કારણે વારંવાર 'યે-વો' જેવા શબ્દોનો ઉપયોગ કરતા હતા. બીજી ક્લિપ ધનશ્રી વર્માની છે. જે શો 'રાઇઝ એન્ડ ફોલ'ની હતી, જેમાં તે પણ વાત કરતી વખતે 'આપ તો ઉસકા વો કર દેતે હો' એવું બોલતી જોવા મળી હતી.

આ વીડિયો દ્વારા ધનશ્રી એવું બતાવવાનો પ્રયાસ કરી રહી હતી કે તે પણ રોહિત શર્માની જેમ જ વાતચીત દરમિયાન શબ્દો ભૂલી જાય ત્યારે 'યે-વો' જેવા શબ્દો વાપરે છે. આ વીડિયો પોસ્ટ થતાં જ સોશિયલ મીડિયા યુઝર્સે ધનશ્રીને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. લોકોએ કમેન્ટ્સમાં લખ્યું કે રોહિત શર્માની કોઈ નકલ કરી શકે નહીં. ભારે ટ્રોલિંગને કારણે ધનશ્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ વીડિયોને પ્રાઇવેટ કરી દીધો છે. આનો અર્થ એ છે કે વીડિયો ડિલીટ કરવામાં આવ્યો નથી.

આ પણ વાંચો: