અમદાવાદ.
Sukesh Chandrasekhar: અભિનેત્રી નોરા ફતેહી અને જેકલીન ફર્નાન્ડીઝ વચ્ચેના વિવાદને લઈને સુકેશે પત્ર લખ્યો છે. જેમાં તેણે દાવો કર્યો છે કે નોરા ફતેહીએ ઇકોનોમિક ઓફેન્સ વિંગ સમક્ષ પોતાનું નિવેદન બદલી નાખ્યું હતું.
સુકેશ ચંદ્રશેખરના 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં ત્રીજી સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ ચાર્જશીટમાં ઘણા ખુલાસા કરવામાં આવ્યા છે. જેલમાં બંધ સુકેશે દાવાઓ સાથે એક પત્ર લખ્યો છે. આ વખતે સુકેશે અભિનેત્રી નોરા ફતેહી અને જેકલીન ફર્નાન્ડીઝ વચ્ચેના વિવાદને લઈને એક પત્ર લખ્યો છે. જેમાં તેણે દાવો કર્યો છે કે નોરા ફતેહીએ ઇકોનોમિક ઓફેન્સ વિંગ સમક્ષ પોતાનું નિવેદન બદલી નાખ્યું હતું. સુકેશે કહ્યું કે નોરા ઈચ્છતી હતી કે હું જેકલીનને છોડી દઉં. મારા ના પાડ્યા પછી પણ નોરાએ મને હેરાન કરવાનું ચાલુ રાખ્યું હતું.
આજતકની રિપોર્ટ મુજબ, સુકેશે તેમાં લખ્યું છે કે 'જેકલીન અને હું સીરિયસ રિલેશનશીપમાં હતા. આ જ કારણ છે કે નોરા જેકલીનથી ઈર્ષ્યા કરતી હતી. મને જેકલીનને લઇને ઉશ્કેરતી હતી અને મારું બ્રેઈનવોશ કરતી હતી. નોરા ઈચ્છતી હતી કે હું જેકલીનને છોડી દઉં.'
સુકેશે આગળ લખ્યું હતું કે 'નિક્કી તંબોલી અને ચાહત ખન્ના માત્ર પ્રોફેશનલ એસોસિયેટ હતા અને મારા પ્રોડક્શનમાં કામ કરવાના હતા. તેના પત્રમાં તેણે દાવો કર્યો હતો કે નોરા ઇચ્છતી હતી કે તે જેકલીનને છોડીને તેની સાથે ડેટ કરવાનું શરૂ કરી દે. નોરા દિવસમાં ઓછામાં ઓછા 10 વખત મને કૉલ કરવાનો પ્રયાસ કરતી અને જો હું તેના કૉલનો જવાબ ન આપતો. તો તે મારા પર ફોન કરવાનું દબાણ કરતી હતી.' ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
