અમદાવાદ.
Nora Fatehi: ઘણા સમયથી નોરા ફતેહી ફિલ્મોની સાથે સાથે મહાઠગ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા 200 કરોડના ઠગના મામલાને લઇને પણ હેડલાઇન્સમાં બનેલી છે. આ મામલે અગાઉ, નોરાએ જેકલીન ફર્નાન્ડીઝ પર માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. હવે દિલ્લીની પટિયાલા હાઉસ કોર્ટે નોરા ફતેહીના માનહાનિ કેસમાં સુનવાઇ માટે 25 માર્ચની તારીખ નક્કી કરી દીધી છે. અભિનેત્રીએ કહ્યું હતું કે, આ મામલે તેનું નામ ખોટી રીતે લેવામાં આવ્યું છે.
અભિનેત્રી નોરા ફતેહીએ દિલ્લીની કોર્ટમાં જેકલીન ફર્નાન્ડીઝ અને વિવિધ મીડિયા સંસ્થાઓની સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. નોરાએ ફરિયાદમાં દાવો કર્યો હતો કે, 200 કરોડના ઠગના મામલે તેનું નામ જબરદસ્તીથી લેવામાં આવ્યું છે. અભિનેત્રીનું કહેવું છે કે સુકેશ સાથે તેનો સીધો સંપર્ક નહોતો. તે સુકેશની પત્ની લીના મારિયા પોલ દ્વારા તેને ઓળખતી હતી.
અગાઉ, જેકલીન ફર્નાન્ડીઝના વકીલ પ્રશાંત પાટીલે આ અંગે પ્રતિક્રિયા આપી હતી. જેમાં તેણે સ્પષ્ટપણે કહ્યું હતું કે જેકલીન ક્યારેય જાહેરમાં નોરા વિશે કશું બોલી નથી, તેથી આવા કિસ્સામાં અભિનેત્રી તરફથી કોઈ માનહાનિનો દાવો કરવામાં આવી શકે નહીં. ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
