Jacqueline Fernandez: પટિયાલા હાઉસ કોર્ટમાં જેકલીન ફર્નાન્ડીઝે કહ્યું- 'સુકેશ ચંદ્રશેખરે મારી જિંદગીને નર્ક બનાવી દીધી'

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Thu, 19 Jan 2023 01:11 PM (IST)Updated: Thu, 19 Jan 2023 01:11 PM (IST)
jacqueline-fernandez-recorded-her-statement-in-patiala-house-court-said-sukesh-chandrasekhar-made-my-life-hell

અમદાવાદ.
Jacqueline Fernandez:
બોલીવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ પોતાની પર્સનલ લાઇફને કારણે ચર્ચામાં છે. જ્યારથી તેનું નામ કોનમેન સુકેશ ચંદ્રશેખર સાથે મની લોન્ડ્રિંગ કેસમાં જોડાયું છે ત્યારથી તેની મુશ્કેલીઓ વધી છે. હાલમાં જ તે દિલ્લીની પટિયાલા હાઉસ કોર્ટમાં પેશ થઇ હતી જ્યાં તેને ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા હતા.

જેકલીન ફર્નાન્ડીઝે જણાવ્યું હતું કે, સુકેશ ચંદ્રશેખરે તેને પોતાને સન ટીવીના માલિક તરીકે ઈન્ટ્રોડ્યુસ કર્યો હતો અને તેને જણાવ્યું હતું કે તમિલનાડુની પૂર્વ સીએમ જે જયલલિતા તેની કાકી થાય છે. અભિનેત્રીએ દાવો કર્યો હતો કે, તેને અને સુકેશે છેલ્લે 8 ઓગષ્ટ, 2021ના રોજ ફોન પર વાત કરી હતી. તે દિવસ બાદથી તેના જોડે કોઇ સંપર્ક નથી.

અભિનેત્રીએ જણાવ્યું હતું કે, સુકેશ અને પિંકી હંમેશા તેને દગો આપવાનો ઇરાદો રાખતો હતો. અભિનેત્રીએ દાવો કર્યો હતો કે પિંકીને સુકેશ વિશે બધી જાણકારી હતી પરંતુ તેને કોઇ દિવસ આ વાત કરી ન હતી.

naidunia_image

અગાઉ, ઈડી સાથે પૂછપરછમાં અભિનેત્રીએ જણાવ્યું હતું કે, તેના અને સુકેશ વચ્ચે કોઇ સંબંધ નથી. ઈડીએ પોતાની ચાર્જશીટમાં દાવો કર્યો હતો કે જેકલીન સુકેશ પાસેથી કિંમતી ગિફ્ટ લેતી હતી. તેમજ સુકેશે જેકલીન માટે શ્રીલંકામાં આલીશાન ઘર ખરીદ્યું હતું.

ઇન્ડિયા ટૂડેના પ્રમાણે, જેકલીન ફર્નાન્ડીઝે દિલ્લીની પટિયાલા હાઉસ કોર્ટમાં જણાવ્યું હતું કે, કોનમેન સુકેશ ચંદ્રશેખરે તેની જિંદગીને નર્ક બનાવી દીધી, તેને વધુમાં જણાવ્યું હતું કે, તે મારી લાગણીઓ સાથે રમ્યો છે અને મારું જીવન નર્ક બનાવી દીધું છે. પહેલા માહિતી મળી હતી કે જેકલીન સુકેશ સાથે લગ્ન કરવાનું પ્લાનિંગ કરી રહી છે. ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.