TMKOC: 'દયા' તારક મહેતા સીરિયલમાં ક્યારે પરત ફરશે? આખરે ઑન સ્ક્રીન પુત્ર 'ટપ્પુ'એ ભાવિ પ્લાન પરથી પડદો ઉઠાવ્યો

દિશાએ થોડા સમય પુરતો જ એક્ટિંગમાંથી બ્રેક લીધો છે, તે ટીવી સ્ક્રીન પર દેખાવા કરતાં પોતાના પરિવાર સાથે સમય વીતાવવા માંગતી હશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 09 Nov 2025 07:22 PM (IST)Updated: Sun, 09 Nov 2025 07:22 PM (IST)
bhavya-gandhi-aka-tappu-interview-reply-on-disha-vakani-dayaben-comeback-in-tmkoc
HIGHLIGHTS
  • છેલ્લા 8 વર્ષથી દયાબેન અર્થાત દિશા વાકાણી સીરિયલથી દૂર
  • હું આજે પણ દિશા વાકાણી સાથે ટચમાં છું, જૂની યાદો વાગોળીએ છીએ

TMKOC, Dayaben Comeback: સોની ટીવીની લોકપ્રિય કોમેડી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) છેલ્લા 18 વર્ષથી લોકોને ભરપુર મનોરંજન પુરુ પાડી રહી છે. આ શૉમાં જેઠાલાલ અને દયાબેનની કેમેસ્ટ્રી લોકોને ખૂબ જ ગમતી હતી, પરંતુ 2017થી ફેન્સની ફેવરિટ દયાભાઈ અર્થાત દિશા વાકાણી શૉથી દૂર છે. આથી ફેન્સના મનમાં આજે પણ એક પ્રશ્ન અચૂક થાય છે કે, દયાબેન ક્યારે જોવા મળશે?

હાલના સમયમાં પણ અવારનવાર દિશા વાકાણી દયાબેન તરીકે પરત ફરશે અથવા કોઈ અન્ય અભિનેત્રી દયાબેન તરીકે જોવા મળશે, તેવા રિપોર્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે. શું ફરીથી ગોકુલધામમાં ફરીથી દયાબેનના મોંઢે 'હે માઁ માતાજી, ફરીથી સાંભળવા મળશે?'. આ પ્રશ્નનો જવાબ તેમના ઑનસ્ક્રીન પુત્ર ટપ્પુ અર્થાત ભવ્ય ગાંધી પાસે છે.

હકીકતમાં ટપ્પુ અકા ભવ્ય ગાંધીએ હિન્દી રશ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, દિશા વાકાણી ઉર્ફે દયાબેન પોતાના પરિવારને સમય આપવા માંગે છે. આથી જ તેમણે તારક મહેતા શૉ છોડ્યા બાદ બીજું કંઈ કામ હાથમાં નથી લીધુ.

ભવ્ય ગાંધીએ વધુમાં જણાવ્યું કે, તે આજે પણ દિશા વાકાણી ઉર્ફે દયાબેન સાથે ટચમાં છે. દિશા મારા મમ્મી સાથે પણ વાત કરતી રહે છે, પરંતુ તેમના વચ્ચે ક્યારેય સેટ ઉપરની વાતચીત નથી થતી. હા જૂની યાદો જરૂર વાગોળીએ છીએ.

તારક મહેતામાં દિશાની વાપસી અંગે ભવ્ય ગાંધીએ જણાવ્યું કે, આ તેમનો અંગત નિર્ણય છે. આ માત્ર શૉની વાત નથી. તેમણે પોતાની લાઈફ અને પરિવાર માટે બ્રેક લીધો છે. સાવ એવું પણ નથી કે, તે (દિશા) બીજે ક્યાંય પણ કામ કરી રહી હોય.

મારું એવું માનવું છે કે, દિશાએ થોડા સમય પુરતો જ એક્ટિંગમાંથી બ્રેક લીધો છે. આ માત્ર તારક મહેતા શૉની જ વાત નથી. આ તેની મરજી છે. દિશા વાકાણી ટીવી સ્ક્રીન પર દેખાવા કરતાં પોતાના પરિવાર સાથે સમય વીતાવવા માંગતી હશે.

વધુમાં ભવ્ય ગાંધીએ તારક મહેતા સીરિયલમાં ટપ્પુની ભૂમિકા પર ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, મને હજુ પણ ખબર નથી કે મને તે સમયે કેટલા રૂપિયા મળતા હતા. એ સમયે મારો તમામ હિસાબ-કિતાબ મારો પરિવાર જ હેન્ડલ કરતો હતો. આજે પણ જો તક મળશે, તો તે જરૂર ટપ્પુની ભૂમિકા ભજવવાનું પસંદ કરશે.