Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલથી લોકપ્રિય બનેલી દયાબેન એટલે કે દિશા વાકાણીની આજે પણ લોકો પરત ફરવાની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હાલમાં જ સિરિયલના નિર્માતા અસિત મોદીએ દિશા વાકાણીના સિરિયલ છોડવાની વાતને લઈને મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે હું તેમની સાથે ફરીથી કામ કરવા માંગું છું.
જ્યારે દિશા વાકાણીએ શો છોડવાની વાત કરી...
ઈટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં અસિત મોદીએ કહ્યું કે જ્યારે 2017 માં દિશા વાકાણીએ શો છોડવાની વાત કરી ત્યારે હું ખૂબ ડરી ગયો હતો. જે મેં પહેલા ક્યારેય કહ્યું નથી. જેઠાલાલની સાથે દયા ભાભી પણ સૌથી મહત્વપૂર્ણ પાત્રોમાંના એક હતા. દયા ભાભીની અનોખી શૈલી અને બોલવાની રીત સમગ્ર દેશમાં લોકપ્રિય બની ગઈ હતી, જેના કારણે તેમની જગ્યા લાંબા સમય સુધી અન્ય કોઈને આપવાનું મેં વિચાર્યું ન હતું.
નવી દયાબેનને લાવવાનો સમય આવી ગયો - અસિત મોદી
અસિત મોદીએ કહ્યું કે હું તેમના ગયા પછી પણ દિશાના પરત ફરવાની આશા અને પ્રાર્થના કરી રહ્યો હતો. પરંતુ તેમણે પરિવારને પ્રાથમિકતા આપી અને માતા બની. પરંતુ જ્યારે કોરોના દરમિયાન તેઓ બીજી વાર માતા બન્યા ત્યારે મને અહેસાસ થયો કે હવે દિશાને શોમાં પરત લાવવા સરળ નથી. હું 2022-23 થી નવી દયાબેન શોધી રહ્યા છે. અમારા શોએ 17 વર્ષ પૂરા કર્યા છે. હવે સમય આવી ગયો છે કે શોમાં નવી દયાબેનને લાવું.
હું દિશા ભાભી સાથે કામ કરવા માંગું છું - અસિત મોદી
આ સાથે અસિત મોદીએ સ્પષ્ટ કર્યું કે તેમનો અને દિશા વાકાણી ઉર્ફે દયા બેનનો સંબંધ ખૂબ સારો છે. તેમની વચ્ચે કોઈ અણબનાવ નથી. હું તેમની સાથે ફરીથી કામ કરવા માંગું છું. તેઓ હજુ પણ એકબીજાના સંપર્કમાં છે અને તાજેતરમાં જ રક્ષાબંધનનો તહેવાર પણ ઉજવ્યો હતો.