Vash Level 2: હાલમાં સિનેમાઘરોમા વશ લેવલ 2 ચાલી રહી છે. જેને દર્શકોનો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. 'વશ'ના ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિકે ખુલાસો કર્યો છે કે તેમની ફિલ્મ ફ્રેન્ચાઇઝીને દેશભરમાં ઓળખ અપાવવામાં અજય દેવગનનો સૌથી મોટો ફાળો છે. 'શૈતાન'ની સફળતાને કારણે જ 'વશ'નો સીક્વલ 'વશ લેવલ 2' બનાવવાનું શક્ય બન્યું છે.
શૈતાન'ના કારણે 'વશ'ને ઓળખ મળી
મની કંટ્રોલ સાથેની વાતચીતમાં કૃષ્ણદેવ યાજ્ઞિકે જણાવ્યું હતું કે શૈતાન'ના કારણે જ 'વશ'ને ઘણી ઓળખ મળી. જ્યારે 'વશ' રિલીઝ થઈ હતી, ત્યારે પહેલા અઠવાડિયામાં ફિલ્મ ખૂબ ધીમી ગતિએ ચાલી રહી હતી. શરૂઆતમાં તેને એવો રિસ્પોન્સ નહોતો મળ્યો, જેવો હવે 'વશ 2'ને મળી રહ્યો છે. પણ બીજા, ત્રીજા અને ચોથા અઠવાડિયામાં ફિલ્મે ગતિ પકડી લીધી. પછી જ્યારે 'શૈતાન' વાયરલ થઈ, ત્યારે બધાને ખબર પડી કે તે ફિલ્મ એક રીમેક છે.

કૃષ્ણદેવ યાજ્ઞિકે કહ્યું કે હું કહેવા માંગીશ કે 'વશ'ને જે ઓળખ મળી, તેનો શ્રેય 'શૈતાન'ને જાય છે. 'વશ'ની સીક્વલ પણ ફક્ત 'શૈતાન'ના કારણે જ બની શકી. 'વશ'નો પહેલો ભાગ બનાવતી વખતે સીક્વલ બનાવવાનું નક્કી નહોતું. 'શૈતાન' બન્યા બાદ દર્શકોના સારા પ્રતિભાવે તેમને 'વશ લેવલ 2' બનાવવાનો વિશ્વાસ અપાવ્યો.
વશ લેવલ 2 બોક્સ ઓફિસ પર કલેક્શન
'વશ લેવલ 2'ને 8 કરોડ રૂપિયાના બજેટમાં બનાવવામાં આવી છે અને તેને 27 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મે 8 દિવસમાં 9 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ફિલ્મમાં જાનકી બોડીવાલા, હિતુ કનોડિયા, હિતેન કુમાર અને મોનલ ગજ્જર જેવા કલાકારોએ કામ કર્યું છે.