ગ્લોબલ મોબિલિટી અને ઓવરસીઝ એજ્યુકેશન માટે ઇન્વેસ્ટમેન્ટ રેસિડેન્સી કેમ બની રહી છે પહેલી પસંદ

આજના વૈશ્વિક યુગમાં ભારતીય બિઝનેસ ઓનર્સ અને પરિવારો માટે બાળકોનું ઉચ્ચ શિક્ષણ, આંતરરાષ્ટ્રીય બિઝનેસ વિસ્તરણ અને લાંબા ગાળાની સુરક્ષા અત્યંત મહત્વપૂર્ણ બની રહ્યા છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 26 Nov 2026 08:06 AM (IST)Updated: Thu, 26 Nov 2026 08:06 AM (IST)
why-investment-residency-is-becoming-the-top-choice-for-global-mobility-and-overseas-education

Global Mobility,Overseas Education: આજના વૈશ્વિક યુગમાં ભારતીય બિઝનેસ ઓનર્સ અને પરિવારો માટે બાળકોનું ઉચ્ચ શિક્ષણ, આંતરરાષ્ટ્રીય બિઝનેસ વિસ્તરણ અને લાંબા ગાળાની સુરક્ષા અત્યંત મહત્વપૂર્ણ બની રહ્યા છે. આ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઇન્વેસ્ટમેન્ટ માઇગ્રેશન પ્રત્યે આકર્ષણ વધી રહ્યું છે. તાજેતરમાં અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ખાતે 'કોર કનેક્ટ સર્કલ' દ્વારા આયોજિત એક વિશેષ બિઝનેસ વર્કશોપમાં 'EB5 કન્સલ્ટન્સી'ના ફાઉન્ડર અને ઇન્વેસ્ટમેન્ટ ઇમિગ્રેશન સ્પેશિયાલિસ્ટ ધનંજયસિંહ ચુડાસમાએ ભારતીય પરિવારો માટે ગ્લોબલ રેસિડેન્સી અને સિટિઝનશિપના વિવિધ વિકલ્પોની વિસ્તૃત રૂપરેખા રજૂ કરી હતી.

વર્કશોપમાં ઉપસ્થિત ઉદ્યોગપતિઓ અને પરિવારોને સંબોધતા ચુડાસમાએ સમજાવ્યું કે સરકાર માન્ય પ્રોગ્રામ્સમાં યોગ્ય રોકાણ કરીને કેવી રીતે વિદેશમાં રહેવાના અધિકારો (રેસિડેન્સી) અથવા નાગરિકતા (સિટિઝનશિપ) મેળવી શકાય છે. તેમણે બંને વચ્ચેનો મુખ્ય તફાવત સ્પષ્ટ કરતા જણાવ્યું કે, ઓવરસીઝ રેસિડેન્સી દ્વારા વ્યક્તિ પોતાની ભારતીય નાગરિકતા જાળવી રાખીને વિદેશમાં રહી શકે છે, અભ્યાસ કરી શકે છે અને બિઝનેસ કે નોકરી કરી શકે છે. જ્યારે સિટિઝનશિપ બાય ઇન્વેસ્ટમેન્ટ હેઠળ જે-તે દેશના કાયદા મુજબ વધારાનો પાસપોર્ટ અને વૈશ્વિક સ્તરે મુક્ત અવરજવરની સુવિધા મળે છે. 

રેસિડેન્સી પ્રોગ્રામ્સ

યુએસ EB-5 ઇમિગ્રન્ટ ઇન્વેસ્ટર પ્રોગ્રામ, યુએઈ, પોર્ટુગલ અને ગ્રીસના ગોલ્ડન વિઝા, માલ્ટા, લાતવિયા અને હંગેરીના રેસિડેન્સી વિકલ્પો, ફ્રાન્સનો ટેલેન્ટ પાસપોર્ટ તેમજ ન્યુઝીલેન્ડનો એક્ટિવ ઇન્વેસ્ટર પ્લસ પ્રોગ્રામ.

સિટિઝનશિપ બાય ઇન્વેસ્ટમેન્ટ: ડોમિનિકા, એન્ટિગુઆ અને બાર્બુડા, ગ્રેનાડા, સેન્ટ લુસિયા, સેન્ટ કિટ્સ અને નેવિસ તથા તુર્કીના પ્રોગ્રામ્સ.

આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓમાં બાળકોના પ્રવેશ

ચુડાસમાએ ખાસ ભાર મૂક્યો હતો કે કોઈપણ નિર્ણય લેતા પહેલા દરેક દેશનું રોકાણ માળખું, પાત્રતાની શરતો અને કાયદાકીય પ્રક્રિયા સમજવી અનિવાર્ય છે. આ વિકલ્પો ખાસ કરીને આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓમાં બાળકોના પ્રવેશ અને રોજગારીની તકો શોધતા વાલીઓ તેમજ ગ્લોબલ માર્કેટમાં વિસ્તરણ ઇચ્છતા ઉદ્યોગસાહસિકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

નોંધનીય છે કે ધનંજયસિંહ ચુડાસમા વર્ષ 2017થી ઇન્વેસ્ટમેન્ટ માઇગ્રેશન ક્ષેત્રે કાર્યરત છે અને અત્યાર સુધીમાં 300થી વધુ પરિવારોને આંતરરાષ્ટ્રીય રેસિડેન્સી અને નાગરિકતા અંગે સફળ માર્ગદર્શન પૂરું પાડી ચૂક્યા છે. આ કાર્યક્રમનું આયોજન કરનાર 'કોર કનેક્ટ સર્કલ' એક એવું પ્લેટફોર્મ છે જે બિઝનેસ નેટવર્કિંગ અને નોલેજ-શેરિંગ સેશન્સની સાથે પારિવારિક અને સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા ઉદ્યોગપતિઓ અને પ્રોફેશનલ્સને એકસાથે લાવવાનું કાર્ય કરે છે.