Career Tips: ધોરણ 12 બાદ શું કરવું? હવે ચિંતા છોડો, આ 10 હટકે કોર્સ બદલી નાંખશે તમારી જિંદગી

ધો.12 પાસ કરવું વિદ્યાર્થીઓના જીવનનો એક અગત્યનો વળાંક છે. જે બાદ લેવામાં આવેલ નિર્ણય તેમના ભવિષ્યની દિશા નક્કી કરે છે. આથી કરિયરની પસંદગી સમજી-વિચારીને કરવી જરૂરી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 23 Apr 2026 05:23 PM (IST)Updated: Thu, 23 Apr 2026 05:23 PM (IST)
unique-courses-from-ai-to-food-science-best-career-options-after-12th-in-2026
HIGHLIGHTS
  • આજે ધો.12 બાદ અનેક વિકલ્પ ઉપલબ્ધ છે, જેની પસંદગી તમારી રૂચિ અને ક્ષમતા અનુસાર કરવી જોઈએ

Best Career Options After 12th: અત્યારે મોટાભાગની સ્કૂલોમાં ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે અને સૌ કોઈ પરિણામની રાહ જોઈ રહ્યા છે. થોડા દિવસો બાદ બોર્ડની પરીક્ષાના પરિણામ જાહેર થઈ જશે. એવામાં ધોરણ 12 બાદ યોગ્ય કોર્સની પસંદગી કરવી દરેક વિદ્યાર્થીઓ માટે સૌથી મોટી મુંઝવણ છે.

આજના ઈન્ટરનેટના યુગમાં ટ્રેડિશનલ કોર્સની સાથે-સાથે એવા અનેક યુનિક અને ટ્રેડિંગ ઑપ્શન છે, જે કરવાથી આપને નવી ઓળખ મળશે. જો તમે પણ ચીલાચાલુથી હટીને કંઈક અલગ કરવા માંગતા હોવ તો અહીં અમે આપના માટે 10 એવા કોર્સ લઈને આવ્યા છીએ, જે આપના માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.

ફૂડ ટેસ્ટિંગ એન્ડ સેન્સરી સાયન્સઃ આ કોર્સમાં ફૂડનો સ્વાદ, ટેક્સચર અને ક્વોલિટીનું સાયન્ટિફિક વિશ્લેષણ કરવામાં આવે છે. ખાસ કરીને FMCG કંપનીઓમાં તેની ભારે માંગ હોય છે. આ કોર્સ કર્યા બાદ શરૂઆતના તબક્કામાં ફિલ્ડમાં આપને અઢી થી સાડા ત્રણ લાખ રુપિયા સુધીનું વાર્ષિક પેકેજ મળી શકે છે. જો કે અનુભવની સાથે-સાથે પગાર પણ વધતો રહે છે.

ગેમ ડિઝાઈન એન્ડ ડેવલૉપમેન્ટઃ આ એક એવું ફિલ્ડ છે, જે આજના યુવાનો વચ્ચે ખૂબ જ ઝડપથી લોકપ્રિય થઈ રહ્યું છે. અનેક યુવાનો CSE અને AI કોર્સ કર્યાં બાદ આ ફિલ્ડમાં કરિયર બનાવે છે.

આ ફિલ્ડમાં શરૂઆતમાં આપને વાર્ષેક 3 થી 7 લાખ રૂપિયા સુધીનો પગાર મળી શકે છે. જે બાદ અનુભવ મળવાની સાથે-સાથે પગાર પણ વધતો રહે છે અને વાર્ષિક 15 થી 30 લાખ રૂપિયા સુધીનું પેકેજ મળી શકે છે.

એવિએશન મેનેજમેન્ટઃ એવિએશન સેક્ટરમાં રસ ધરાવતા હોવ, તો તમારા માટે આ કોર્સ એક બેસ્ટ ઑપ્શન સાબિત થઈ શકે છે. જેમાં એરપોર્ટ અને એરલાઈન્સ મેનેજમેન્ટ અંગે ભણાવવામાં આવે છે.

3 વર્ષનો BBA કોર્સ કર્યાં બાદ તમે એવિએશનનો કોર્સ કરી શકો છો. એવિએશન મેનેજમેન્ટ કોર્સ એક પ્રોફેશનલ ડિગ્રી-ડિપ્લોમા પ્રોગ્રામ છે, જે વિદ્યાર્થીઓને એરલાઈન્સ અને એરપોર્ટ ઑપરેશન્સ, સિક્યુરિટી, કસ્ટમર સર્વિસ અને મેનેજમેન્ટ વિશે શીખવાડે છે.

ન્યૂરો સાયન્સઃ ન્યૂરો સાયન્સ એક ટફ ફિલ્ડ છે, પરંતુ યોગ્ય રીતે પ્રેક્ટિસ કરવામાં આવે, તો આ ફીલ્ડમાં અઢળક પૈસા અને સારો એવો ગ્રોથ છે. મેડિકલ ફિલ્ડમાં ન્યૂરો સાયન્સમાં અનેક રિસર્ચના ઑપ્શન્સ મળે છે. જો કે આ પહેલા તમારે MBBS કરવું પડે છે અને પછી મેડિકલ ક્ષેત્રમાં હાયલ એજ્યુકેશન અને સ્પેશિયલાઈઝ્ડ ડિગ્રી મેળવવી પડશે.

ડિજિટલ માર્કેટિંગ અને UI-UX ડિઝાઈનઃ આજના ડિજિટલ યુગમાં ડિજિટલ માર્કેટિંગ અને UI-UX ડિઝાઈન જેવા કોર્સની માંગ ખૂબ જ ઝડપથી વધી રહી છે. આ કોર્સ ખૂબ જ ઓછા સમયમાં સ્કિલ ડેવલોપમેન્ટ અને સારો પગાર અપાવી શકે છે.

જીનેટિક એન્જિનિયરિંગઃ જીનેટિક એન્જિનિયરિંગ 4 વર્ષનો બી.ટેક કોર્સ છે. આ ફિલ્ડમાં માસ્ટર્સ પણ કરી શકો છો અને તે બાદ રિસર્ચ ફિલ્ડમાં આગળ વધી શકાય છે. આ કોર્સમાં એડમિશન માટે ધોરણ 12માં મેથ્સ અને સાયન્સ બન્ને હોય તે આવશ્યક છે.

ચૉકલેટ મેકિંગ એન્ડ કંફેક્શનરીઃ ચૉકલેટ મેકિંગ એન્ડ કંફેક્શનરીનો શોર્ટ ટર્મ અને ડિપ્લોમા કોર્સ કર્યાં બાદ તમે કરિયરની શરૂઆત કરી શકો છે. આ કોર્સ કર્યાં બાદ તમે કોઈ પણ જાણીતી ચૉકલેટ બ્રાન્ડ સાથે કામ કરી શકો છો અથવા તો તમારું ખુદનું સ્ટાર્ટઅપ પણ શરૂ કરી શકો છો.

એન્વાયર્મેન્ટ સાયન્સઃ પર્યાવરણમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે આ બેસ્ટ કોર્સ સાબિત થઈ શકે છે, જેમાં ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યાં બાદ તમે મોટા-મોટા પ્રોજેક્ટ્સની સાથે કામ કરી શકો છો. આ સાથે જ રિસર્ચ ફિલ્ડમાં પણ કામ શરૂ કરી શકો છો. આ ફિલ્ડમાં જોડનારા યુવાનોને નેશનલ અને ઈન્ટરનેશનલ લેવલ પર પણ અનેક ઉમદા ઓફર મળતી રહે છે.

ફોટોગ્રાફીઃ ફોટોગ્રાફી પણ એક ક્રિએટિવ ફિલ્ડ છે. જેમાં મીડિયા, એડવર્ટાઈઝિંગ અને ફ્રીલાન્સિંગ થકી સારી એવી કમાણી કરી શકાય છે. માસ કોમ્યુનિકેશન અથવા ફોટોગ્રાફીમાં ડિપ્લોમાની ડિગ્રી લીધા બાદ તમે આ ફિલ્ડમાં કરિયરની શરૂઆત કરી શકો છો.

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI): આજના સમયમાં આર્ટિફિશિયલ ઈન્ટેજિલન્સ (AI)ની ભારે માંગ છે. બી.ટેક અને ડિપ્લોમા કે સર્ટીફિકેટ કોર્સ કરીને તમે આ ફિલ્મડમાં કરિયરની શરૂઆત કરી શકો છો. દેશ-વિદેશમાં AI એક્સપર્ટની ડિમાન્ડ ખૂબ જ વધી રહી છે.