ભાવનગર યુનિવર્સિટીમાં એક્સટર્નલ અભ્યાસક્રમો માટે એડમિશન શરૂ, જાણો ફોર્મ અને ફી ભરવાની પ્રક્રિયા

આગામી 9 સપ્ટેમ્બર સુધી ચાલનારી પ્રવેશ પ્રક્રિયામાં ઓનલાઈન અરજી કરી શકાશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 18 May 2026 09:51 AM (IST)Updated: Mon, 18 May 2026 09:51 AM (IST)
bhavnagar-university-external-courses-admissions-2026-2027-online-form-process
HIGHLIGHTS
  • ભાવનગર યુનિવર્સિટી એક્સટર્નલ એડમિશન
  • આજે 18 મેથી ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ

Bhavnagar University External Admission 2026-27: મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 માટે એક્સટર્નલ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે એક ખૂબ જ મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ભાવનગર યુનિવર્સિટીની ઘોષણા મુજબ, આજથી એટલે કે 18 મે, સોમવારથી પ્રવેશ પ્રક્રિયા ચાલુ કરવામાં આવશે.

અગત્યની તારીખો અને અભ્યાસક્રમો

ભાવનગર યુનિવર્સિટીના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા આજે 18 મે, સોમવારથી આગામી 9 સપ્ટેમ્બર, બુધવાર દરમિયાન કાર્યરત રહેશે.

ભાવનગર યુનિવર્સિટીમાં નીચે મુજબના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી શકાશે:

  • સ્નાતક કક્ષા: S.Y. તથા T.Y. BA અને B.Com.
  • અનુસ્નાતક કક્ષા: M.A. અને M.Com. (સેમેસ્ટર-2)
  • આ ઉપરાંત, F.Y. થી લઈને T.Y. સુધીના તમામ વર્ષના રીપીટર વિદ્યાર્થીઓ પણ આ સમયગાળા દરમિયાન પોતાના ફોર્મ ભરી શકશે.

SC/ST વિદ્યાર્થીઓને ફીમાં ખાસ રાહત

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના નિયમ મુજબ, SC અને ST કેટેગરીના વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન ફીમાં 20 ટકાની રાહત આપવામાં આવશે.

ઓનલાઈન ફોર્મ અને ફી ભરવાની પ્રક્રિયા

  • ભાવનગર યુનિવર્સિટીની અધિકૃત લિંક https://mkbhavuni.icrp.in/erp પર જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
  • તમામ વિદ્યાર્થીઓએ ફીની ચૂકવણી માત્ર ઓનલાઈન માધ્યમ એટલે કે ATM અથવા નેટ બેન્કિંગ દ્વારા જ કરવાની રહેશે.
  • ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ, નિર્ધારિત સમયમર્યાદામાં જરૂરી આધાર પુરાવાની નકલ સાથે ફોર્મ અને ફી પહોંચ જમા કરાવવાની રહેશે.

દસ્તાવેજ ચકાસણી અને કાર્યાલયની માહિતી

વિદ્યાર્થીઓએ ફોર્મની પ્રિન્ટ અને દસ્તાવેજોની નકલો ભાવનગર યુનિવર્સિટીના ગૌરી શંકર લેઈક રોડ સ્થિત નવા કાર્યાલય બિલ્ડીંગ ખાતે જમા કરાવવાની રહેશે. ખાસ નોંધ લેવી કે ફોર્મ જમા કરાવતી વખતે ચકાસણી માટે અસલ (Original) પ્રમાણપત્રો સાથે રાખવા અનિવાર્ય છે. સૂત્રોએ વધુમાં જણાવ્યું કે, બીજા અને ચોથા શનિવાર, રવિવાર તેમજ જાહેર રજાના દિવસોમાં વહીવટી કામગીરી બંધ રહેશે.