Work From Home: કોણ પૈસા કમાવા નથી માંગતું? અભ્યાસ કરતી મહિલા હોય કે ઘરે બેઠેલી ગૃહિણી હોય, આજના જમાનામાં દરેક વ્યક્તિ પોતાના પગ પર ઊભા રહેવા માંગે છે. હવે એ સમય નથી રહ્યો જ્યારે પતિ બહાર જઈને નોકરી કરે અને પત્ની માત્ર ઘરકામ અને બાળકોને સંભાળવાનું કામ કરે.
આજે દરેક વર્ગની મહિલાઓ પણ પુરુષોની સાથે ખભે ખભો મિલાવીને ચાલી રહી છે. જોકે, કેટલીક મહિલાઓ એવી પણ કે જેઓ કોઈ કારણસર નોકરી મેળવી શકી નથી અને માત્ર ગૃહિણી છે. પરંતુ તેઓ ખુદને ફરીથી એક્ટિવ બનાવવા માંગે છે અને કંઈક કામ કરીને પૈસા કમાવવા માંગે છે. જો તમે પણ તે મહિલાઓમાંથી એક છો, તો આ લેખ તમારા માટે જ છે. અહીં અમે તમને જણાવીશું કે કેવી રીતે ગૃહિણીઓ અનુભવ વિના પણ કામ શરૂ કરી શકે છે. તો ચાલો જાણીએ આ વિશે વિગતવાર….
હેન્ડીક્રાફ્ટ સ્ટાર્ટઅપ
જો તમને હસ્તકલા અથવા આર્ટવર્કમાં રસ છે તો તમે આ ક્ષેત્રમાં કેટલાક સ્ટાર્ટઅપ બિઝનેસ શરૂ કરી શકો છો. ઉદાહરણ તરીકે માટીના વાસણો, કપડાં, જ્વેલરી અથવા ઘરના સજાવટની વસ્તુઓમાં કેટલીક ક્રિએટિવિટી દર્શાવીને તેને તમારો વ્યવસાય બનાવી શકો છો. આ સાથે તમે ઈચ્છો તો તમારી પોતાની ઈ-કોમર્સ વેબસાઈટ જેવા ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા પેઈન્ટિંગ, શિલ્પો અથવા કલાના અન્ય સ્વરૂપો બનાવીને વેચી શકો છો.
આ પણ વાંચો
કાઉન્સેલિંગ
જો તમે જીવનમાં કોઈપણ પ્રકારના કામમાં એક્સપર્ટ છો. તમને લાગે છે કે તમે અન્ય લોકોને તમારી વાતોથી પ્રભાવિત કરી શકો છો અથવા કોઈપણ પ્રકારની કન્સલ્ટિંગ સેવાઓ પ્રદાન કરી શકો છો, તો આ માટે તમે એક્સપર્ટ બની શકો છો. ખરેખર આજના સમયમાં એક્સપર્ટસ્ અને સલાહકારોની માંગ છે. તે બિઝનેસ મેનેજમેન્ટ, ડિજિટલ માર્કેટિંગ, શિક્ષણ અથવા સ્વાસ્થ્ય સંબંધિત સેવાઓ પણ હોઈ શકે છે. તમે ઓનલાઈન પણ લોકોના કાઉન્સેલિંગનું કામ કરી શકો છો.
ફ્રીલાન્સિંગ
જો તમે એક હાઉસવાઈફ છો અને તમે હજુ સુધી ક્યાંય પણ કંઈ કામ કર્યું નથી, પરંતુ હવે કંઈક કરવા માંગો છો, તો તમે લેખન, ગ્રાફિક ડિઝાઈન, માર્કેટિંગ અથવા ટ્રાન્સલેટર જેવા ક્ષેત્રોમાં ફ્રીલાન્સિંગ કરી શકો છો. જો તમે આમાંથી કોઈપણ વિષયમાં કોર્સ કર્યો છે, તો તમે સરળતાથી આ પ્રકારનું ફ્રીલાન્સિંગ કરી શકો છો. આ સિવાય જો તમે કોર્સ કર્યો નથી, તો ઘરે બેસીને ઓનલાઈન પણ કરી શકો છો.
ઓનલાઈન કોચિંગ
જો તમે એક હાઉસવાઈફ છો અને થોડા પૈસા કમાવવાની પણ ઈચ્છા રાખો છો, તો તમે ઓનલાઇન કોચિંગ અથવા ટ્યુશન સેવાઓ પ્રદાન કરી શકો છો. એવું જરૂરી નથી કે તમે માત્ર શૈક્ષણિક વિષયો માટે જ કોચિંગ આપી શકો છો. આ સિવાય તમારી અંદર જો કોઈપણ પ્રકારની કોઈ સ્કિલ જેમ કે- કુકિંગ, પેઈન્ટિંગ, ડાન્સિંગ, સિંગિંગ, મહેંદી લગાવવી વગેરે હોય, તો તમે તેને ઓફલાઈન અથવા ઓનલાઇન માધ્યમથી શીખવી શકો છો.
ફૂડ બિઝનેસ
જો તમને રસોઈ બનાવવામાં રસ છે, તો તમે તેની મદદથી બિઝનેસ પણ શરૂ કરી શકો છો. ઘરે બેઠા અથાણું, પાપડ, ચિપ્સ વગેરે બનાવીને તેને વેચી શકો છો. આ સિવાય આસપાસના વિસ્તારો માટે તમે ઈચ્છો તો ટિફિન સેવા પણ શરૂ કરી શકો છો. એટલું જ નહીં, જો તમે ઇચ્છો તો નાનો ફૂડ સ્ટોલ અથવા કાફે શરૂ કરી શકો છો.