PM Modi Appeal On Gold: PM મોદીની અપીલ માની એક વર્ષ સુધી સોનાની ખરીદી બંધ કરાય તો શું થાય? નુકસાન કે ફાયદો તે જાણો

જો ભારતના નાગરિકો એક વર્ષ માટે સોનાની ખરીદીને ઓછી કરે અથવા બંધ કરે તો તેને લીધે દેશનો આયાત ખર્ચ (Import Bill) ઘટવા લાગશે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 10 May 2026 11:56 PM (IST)Updated: Sun, 10 May 2026 11:56 PM (IST)
what-happened-if-indian-do-not-buy-gold-for-one-year-on-pm-modi-appeal

PM Modi Appeal Not Buy Gold:ભારત વિશ્વનો સૌથી મોટો સોનાનો વપરાશકર્તા દેશ પૈકીનો એક દેશ છે. લગ્ન પ્રસંગો-તહેવારો હોય કે પછી કોઈ શુભ પ્રસંગ ભારતીય લોકો સોનાને સદીઓથી ખરીદીમાં પ્રાધાન્યતા આપતા રહ્યા છે. રોકાણ માટે સોનુ સૌથી મુખ્ય વિકલ્પો પૈકીનો એક છે. જોકે PM મોદીએ દેશવાસીઓને અપીલ કરી છે કે એક વર્ષ માટે સોનાની ખરીદી કરવાનું ટાળો.

જો દેશવાસીઓ વડાપ્રધાનની આ અપીલને માનીને એક વર્ષ સુધી સોનું ન ખરીદે તો તેની અસર ફક્ત જ્વેલરી માર્કેટ પૂરતી મર્યાદિત રહેશે નહીં પણ દેશના અર્થતંત્ર, રૂપિયો, વ્યાપાર ખાધ તથા રોકાણ સહિત અનેક મોરચે અસર થઈ શકે છે.

વિદેશી હૂંડિયાણની બચત

જો ભારતના નાગરિકો એક વર્ષ માટે સોનાની ખરીદીને ઓછી કરે અથવા બંધ કરે તો તેને લીધે દેશની આયાત ખર્ચ (Import Bill) ઓછો થવા લાગશે. સોનાની આયાત ઘટવાથી ભારત સરકારને વિદેશી હૂંડિયાણની બચત કરવામાં ઘણી મદદ મળી શકે છે. આ ઉપરાંત ડોલરની માંગ ઘટશે અને રૂપિયા પર જે દબાણ છે તે કંઈક હસ્તક ઓછું કરી શકાશે. આ સાથે જ દેશની ચાલુ ખાતાની ખાધ એટલે કે Current Account Deficit ઓછી કરવામાં મદદ મળે. ટૂંકમાં દેશના પૈસા વિદેશમાં જતા અટકાવી શકાશે અને દેશના વિકાસ કાર્યોમાં વધારે ઉપયોગ કરી શકાશે.

લોકો સોનાને ખરીદવાને બદલે બેન્ક FD, SIP, શેરબજારમાં રોકાણ કરી શકે

ભારતીયોની કમાણીનો મોટો હિસ્સો સોનાની ખરીદીમાં જે જાય છે તે લાંબા ગાળે નિષ્ક્રીય રહે છે. જો લોકો સોનાને ખરીદવાને બદલે બેન્ક FD, SIP, શેરબજારમાં કે સરકારી યોજનાઓમાં રોકાણ કરે છે તો તે અર્થવ્યવસ્થા માટે વધારે લાભદાયક બની શકે છે. ઉદ્યોગો તથા રોજગારી સર્જન અને ઉત્પાદન સેક્ટરમાં પૈસા કામે લગાડી શકાશે.

ભારત કૂલ સોનાની માંગ 600 ટનથી 800 ટન રહે છે

છેલ્લામાં છેલ્લી માહિતી પ્રમાણે ભારત કૂલ સોનાની માંગ સામાન્ય રીતે 600 ટનથી 800 ટન રહેતી હોય છે. ગયા વર્ષે એટલે કે વર્ષ 2025માં આ માંગ આશરે 710.9 ટન રહી હતી. આ આયાતનો મોટો હિસ્સો જ્વેલરી ઉપરાંત ETFમાં રોકાણન લીધે વધ્યો છે. વર્ષ 2026ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતમાં સોનાની માંગ 151 ટન રહી છે.

જ્વેલરી ઉદ્યોગના લાખો લોકો બેરોજગાર બને

જો સોનાની ખરીદ બંધ થાય તો તેની અસર હકારાત્મક પણ નહીં થાય. દેશના જ્વેલરી ઉદ્યોગના લાખો લોકો પર તેની અસર થઈ શકે છે. દેશમાં લાખોની સંખ્યામાં લોકો રોજગારી માટે આધાર રાખે છે.જો ઓચિંતા જ એવી સ્થિતિ બની જાય તો લાખો લોકો ખરીદી બંધ કરી દે. જ્વેલરી દુકાનદારો, નાના કારોબારીઓને ભારે નુકસાન સહન કરવું પડે. લગ્ન પ્રસંગો અને તહેવારોની સિઝનમાં કારોબાર ઠંડો પડી શકે છે.