Gold Price Prediction:મધ્ય પૂર્વમાં જે ભારે સંકટની સ્થિતિ પ્રવર્તિ રહી છે તેને લીધે વિશ્વ બજારમાં ક્રુડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ 100 ડોલર પાર કામકાજ કરી રહ્યા છે. બીજી બાજુ સુરક્ષિત રોકાણનું માધ્યમ તરીકે ઓળખ ધરાવતા સોના-ચાંદીમાં પણ ભારે ઊથલ-પાથલ જોવા મળી રહી છે. દરમિયાન વિશ્વ બજારમાં છેલ્લા બે દિવસથી જે તેજીનો કરંટ જોવા મળી રહ્યો છે તેને પગલે સોના-ચાંદીમાં અસાધારણ તેજી આવી છે.
આ દરમિયાન Bank Of America એ પણ Gold Price અંગે નવો ટાર્ગેટ આપ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો બેંક દ્વારા બન્ને કિંમતી ધાતુને લઈ મોટી ભવિષ્યવાણી કરવામાં આવી છે.
વર્તમાન સમયમાં સોનાનો જે ભાવ પ્રતિ 10 ગ્રામ રૂપિયા 1,55,000 આસપાસ કામકાજ કરી રહેલ છે તે આગામી એક વર્ષમાં રૂપિયા 2 લાખની સપાટીએ પહોંચી શકે છે.Bank Of Americaએ આ અંગે ભવિષ્યવાણી કરી છે. બીજીબાજુ કોમોડિટી ક્ષેત્રના નિષ્ણાતોનું માનવું છે કે વર્તમાન ભૂ-રાજકિય ચિંતા તથા આર્થિક મોરચે જે અનિશ્ચિતતા પ્રવર્તિ રહી છે તે સ્થિતિમાં મોનેટરી પોલિસીના નિર્ણય પણ કિંમતી ધાતુના ભાવને વેગ આપી શકે છે.
એક વર્ષમાં સોનું કયાં પહોંચશે- Gold Target Price
બેંક ઓફ અમેરિકાના કોમોડિટી એનાલિસ્ટ્સનું માનવું છે કે નજીકના ભવિષ્યમાં જ સોનામાં ભારે અફરા-તફરીનો માહોલ જોવા મળી શકે છે. બેંકના મતે આગામી 12 મહિનામાં સોનું ઔંસદીઠ ભાવ 6000 ડોલરની સપાટીએ પહોંચી શકે છે.
એટલે કે રૂપિયામાં જોઈએ તો સોનું પ્રતિ 10 ગ્રામ ભાવ રૂપિયા 2,00,925 જેટલી ઊંચી સપાટીને સ્પર્શી શકે છે.
એક વર્ષમાં ચાંદી કયાં પહોંચશે- Silver Target Price
Bank Of America એ ફક્ત સોનામાં જ નહીં પણ ચાંદીમાં પણ મોટી આગાહી કરી છે. બેંકના મતે ચાંદી કિંમતમાં ભારે ઉછાળો આવી શકે છે. આ વર્ષે ચાંદીની કિંમત સરેરાશ 85.93 ડોલર પ્રતિ ઔંસ રહી શકે છે, જે અગાઉના અનુમત 75 ડોલર પ્રતિ ઔંસ કરતાં આશરે 15 ટકા વધારે છે.
આ ભવિષ્યવાણી પ્રમાણે જોવામાં આવે તો એક ગ્રામ ચાંદીની કિંમત 2.9 ડોલર અને એક કિલો ચાંદીની કિંમત 2998 ડોલર રહેશે. જો તેને રૂપિયામાં તબદિલ કરવામાં આવે તો તે પ્રતિ કિલો રૂપિયા 2,84,541 થાય છે. એટલે કે બેંક ઓફ અમેરિકાના અંદાજ પ્રમાણે આગામી એક વર્ષમાં ચાંદી આશરે રૂપિયા 3 લાખ પ્રતિ કિલો થઈ શકે છે.
