Vi 365 Plan: ભારતની ત્રીજા નંબરની સૌથી મોટી ટેલિકોમ કંપની VI પાસે તેના યૂઝર્સ માટે એક શાનદાર પ્લાન છે, જે Reliance Jio અને Airtel પાસે પણ ઉપલબ્ધ નથી. આ પ્લાનની કિંમત ફક્ત 365 રૂપિયા છે, આ પ્લાન 'અનલિમિટેડ' ડેટા સાથે જોવા મળે છે.
Vi અનલિમિટેડ પ્લાન
અનલિમિટેડ 4G ડેટા સાથેના આ રિચાર્જ પ્લાન સાથે, ડેટાને અનલિમિટેડ કહી શકાય છે, પરંતુ અહીં એક વાત મહત્વની છે. જે હકીકતમાં આ પ્લાનની પણ એક મર્યાદા છે. VI ના 365 રૂપિયાના પ્લાનમાં અનલિમિટેડ 4G ડેટા આવતું હોય છે. Vodafone-Idea ના 365 રૂપિયાના પ્લાનમાં અનલિમિટેડ ડેટા, અનલિમિટેડ વોઇસ કોલિંગ અને દરરોજ 100 SMS ની સર્વિસ મળે છે. અનલિમિટેડ ડેટાની મર્યાદા 300GB છે.

Vi 365 રુપિયાનો પ્લાન
365 રૂપિયાના પ્લાન સાથે, વોડાફોન આઈડિયા પ્રીપેડ યુઝર્સ કંપની તરફથી 28 દિવસની વેલિડિટી મળશે. આ એક નોન-સ્ટોપ હીરો કેટેગરી પ્લાન છે, યુઝર્સ હવે મોટાભાગના સર્કલમાં આ પ્લાનનો લાભ લઈ શકે છે. Vi નો 365 રૂપિયાનો પ્લાન યૂઝર્સને આકર્ષિત કરી શકે છે અને આ પ્લાન કંપનીના ARPU વધારવામાં મદદ કરી શકે છે.
Airtel 379 રૂપિયાનો પ્લાન
Airtel પાસે 365 રૂપિયાનો પ્લાન નથી પરંતુ 379 રૂપિયાનો પ્લાન ઉપલબ્ધ છે. આ પ્લાન દરરોજ 2 GB હાઈ સ્પીડ ડેટા, અનલિમિટેડ વોઇસ કોલિંગ, દરરોજ 100 SMS ની સેવા આપે છે. 1 મહિનાની વેલેડિટી આ પ્લાન સાથે, તમને સ્પામ એલર્ટ, HelloTune અને Perplexity Pro AI ની ઍક્સેસ મળે છે.

Jio 349 રૂપિયાનો પ્લાન
Reliance Jio ના 349 રૂપિયાના પ્લાન સાથે, તમને 365 રૂપિયા હોવા છતાં અનલિમિટેડ ડેટા નહીં મળે પરંતુ તમને 2GB પ્રતિ દિવસના દરે કુલ 56 GB ડેટા ચોક્કસપણે મળશે. ડેટા ઉપરાંત, અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 SMS મળે છે. આ પ્લાનમાં Jio Hotstar અને 90 દિવસ માટે મફત 50 GB ક્લાઉડ સ્ટોરેજનો લાભ મળે છે.
