Jaiprakash Associates Deal: વેદાંતા ગ્રુપે ગૌતમ અદાણી ગ્રુપને પાછળ રાખીને દેવામાં ડૂબેલા જયપ્રકાશ એસોસિએટ્સ (JAL)ને હસ્તગત કરી છે.
ખાણકામ ક્ષેત્ર અને ખાણોમાંથી એલ્યુમિનિયમ, તાંબુ જેવી ધાતુઓનું નિષ્કર્ષણ કરતી વેદાંતના માલિક અનિલ અગ્રવાલ તેના નવા માલિક બનશે. વેદાંતે જયપ્રકાશ એસોસિએટ્સને રૂપિયા 12,505 કરોડના વર્તમાન ભાવે ખરીદવા માટે બોલી લગાવી છે.
PTIએ સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે રિયલ એસ્ટેટ, સિમેન્ટ, પાવર, હોટલ અને રસ્તાઓમાં કામગીરી ધરાવતી JAL, દેવાની ચુકવણીમાં ડિફોલ્ટ થયા પછી નાદારીની કાર્યવાહીમાં ધકેલાઈ ગઈ હતી. JALના ધિરાણકર્તાઓએ IBC હેઠળ કંપનીના વેચાણ માટે પડકાર પ્રક્રિયા હાથ ધરી હતી.
આ પ્રક્રિયામાં અનેક બિડર્સે પરંતુ અંતે ફક્ત બે કંપનીઓ અદાણી અને વેદાંત ગ્રુપે સૌથી વધુ બોલી લગાવી હતી. અંતે વેદાંતે રૂપિયા 17,000 કરોડની બોલી લગાવીને જીત મેળવી હતી.