Adani Group Latest News: ભારે દેવામાં ડૂબેલી અગ્રણી કંપની જયપ્રકાશ એસોસિએટ્સ લિમિટેડ (JAL)ને ખરીદવા માટે અનેક દિગ્ગજ કંપનીઓ સ્પર્ધામાં જોડાઈ છે. તેમાં વેદાંતાથી લઈ જીંદાલ ગ્રુપનો સમાવેશ થાય છે.હવે આ સ્પર્ધામાં અદાણી ગ્રુપ પણ જોડાયું છે અને તે આગળ નિકળતુ હોય તેમ જોવા મળે છે.
કોમ્પિટીશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI)એ મંગળવારે અદાણી ગ્રુપને JALના અધિગ્રહણ માટે મંજૂરી આપી છે. આ અંતર્ગત અદાણી ગ્રુપ બિડમાં સફળ થાય તો આ નાદાર કંપનીને ખરીદી શકે છે.
C-2025/07/1302: CCI approves acquisition of Jaiprakash Associates Limited by Adani Group Entities pic.twitter.com/TRObbPncVc
— CCI (@CCI_India) August 26, 2025
CCIએ અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (AEL) અને અદાણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ (AIDPL)ને આ મંજૂરી આપી છે. આ ઉપરાંત અદાણી ગ્રુપની કોઈપણ અન્ય કંપની આ ડીલમાં ભાગ લઈ શકે છે. CCI એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી.
કંપની દેવાના બોજ હેઠળ છે
એજન્સી રિપોર્ટ મુજબ, JAL પર કુલ રૂપિયા 57,185 કરોડનું દેવું છે. તેમાં સૌથી મોટો દાવો NARCLનો છે, જેણે SBIના નેતૃત્વ હેઠળના કન્સોર્ટિયમ પાસેથી આ લોન મેળવી છે. JAL હાલમાં નાદારી પ્રક્રિયા (CIRP)માંથી પસાર થઈ રહી છે. જૂન 2024માં NCLTની અલ્હાબાદ બેન્ચે JALને દેવું ચૂકવવામાં નિષ્ફળ ગયા પછી નાદારી પ્રક્રિયામાં મોકલ્યું હતું.
Dalmia, Vedanta, Jindal પણ સ્પર્ધામાં છે
JAL ખરીદવાની રેસમાં અદાણી એકલી નથી. આ માટે દાલમિયા ભારતે 5મી ઓગસ્ટે CCI સમક્ષ 100% અધિગ્રહણનો પ્રસ્તાવ મૂક્યો હતો. એવી જ રીતે વેદાંત ગ્રુપ, જિંદાલ પાવર અને PNC ઇન્ફ્રાટેક જેવા મોટા નામો પણ રેસમાં છે. તેમણે CCI સમક્ષ પોતાના પ્રસ્તાવો પણ રજૂ કર્યા છે.
સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ, કોઈપણ રિઝોલ્યુશન પ્લાન પર મતદાન કરતા પહેલા CCIની મંજૂરી જરૂરી છે. હાલમાં ક્રેડિટર્સ કમિટી (CoC) તમામ પ્રસ્તાવોની સમીક્ષા કરી રહી છે. મતદાનની તારીખ ટૂંક સમયમાં નક્કી કરવામાં આવશે.