IPO News: અર્બન કંપની લિમિટેડનો રૂપિયા 1,900 કરોડનો IPO 10મી સપ્ટેમ્બરે ખૂલશે, શેરદીઠ રૂપિયા 98-103 પ્રાઈઝ બેન્ડ નક્કી થઈ

કંપનીએ IPOનું કદ રૂપિયા 1900 કરોડ સુધીનું મૂલ્ય ધરાવે છે અને કંપની દ્વારા શેરદીઠ પ્રાઈઝ બેન્ડ રૂપિયા 98થી 103 નક્કી કરવામાં આવી છે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Thu 04 Sep 2025 10:37 PM (IST)Updated: Thu 04 Sep 2025 10:38 PM (IST)
urban-company-limited-rs-1900-crore-initial-public-offering-to-open-on-september-10-2025-597553

Urban Company Limited IPO:અગ્રણી અર્બન કંપની લિમિટેડનું પ્રારંભિક જાહેર ભરણું આગામી 10મી સપ્ટેમ્બર,2025ના રોજ ખુલશે અને 12મી સપ્ટેમ્બરના રોજ બંધ થશે. કંપનીએ IPOનું કદ રૂપિયા 1900 કરોડ સુધીનું મૂલ્ય ધરાવે છે અને કંપની દ્વારા શેરદીઠ પ્રાઈઝ બેન્ડ રૂપિયા 98થી 103 નક્કી કરવામાં આવી છે.

અલબત એન્કર ઇન્વેસ્ટર માટે બિડિંગની તારીખ 9મી સપ્ટેમ્બરના રોજ નક્કી કરવામાં આવી છે.એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શનમાં બિડીંગ કરનાર લાયક કર્મચારીઓને પ્રત્યેક ઇક્વિટી શેર દીઠ રૂપિયા 9નું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવે છે.

કંપની ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂમાંથી મળનારી કુલ આવકનો નવી ટેક્નોલોજીના વિકાસ અને ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેનો ખર્ચ અંદાજે રૂપિયા 190 કરોડ,તેની ઓફિસો માટે લીઝ પેમેન્ટનો ખર્ચ અંદાજે રૂપિયા 75 કરોડ,માર્કેટિંગ પ્રવૃત્તિઓ પાછળનો ખર્ચ અંદાજે રૂપિયા 90 કરોડ અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગ કરવામાં આવશે.

કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, મોર્ગન સ્ટેનલી ઈન્ડિયા કંપની પ્રાઇવેટ લિમિટેડ, ગોલ્ડમેન સાક્સ (ઈન્ડિયા) સિક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ અને જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે. કંપની તેના ઈક્વિટી શેરોનું બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ખાતે લિસ્ટીંગ કરાવવાની યોજના ધરાવે છે.

રૂપિયા 1ની ફેસ વેલ્યુ ધરાવતા ઈક્વિટી શેરના વેચાણ માટેની ઓફરમાં ઈન્ડિયા (મોરેશિયસ) લિમિટેડ દ્વારા રૂપિયા 390 કરોડ, બેસેમર ઈન્ડિયા કેપિટલ હોલ્ડિંગ્સ લિમિટેડ દ્વારા રૂપિયા 173 કરોડ, એલિવેશન કેપિટલ લિમિટેડ (અગાઉ સૈફ પાર્ટનર્સ ઈન્ડિયા લિમિટેડ તરીકે ઓળખાતી) દ્વારા રૂપિયા 346 કરોડ, ઇન્ટરનેટ ફંડ પીટીઈ લિમિટેડ દ્વારા રૂપિયા 303 કરોડ અને વીવાયસી લિમિટેડ દ્વારા રૂપિયા 216 કરોડ સુધીના ઇક્વિટી શેર્સનો સમાવેશ થાય છે.