Tata Sons IPO: ટાટા સન્સ તોડશે હ્યુન્ડાઈનો રેકોર્ડ! ટૂંક સમયમાં લાવી શકે છે દેશનો સૌથી મોટો IPO

એવી તમામ નોન-બેન્કિંગ ફાયનાન્સ કંપનીઓ (NBFC)ને સપ્ટેમ્બર 2025 સુધીમાં શેરબજારમાં લિસ્ટીંગ માટે નિયમ બનાવ્યો છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 07 Nov 2024 10:53 PM (IST)Updated: Thu, 07 Nov 2024 10:53 PM (IST)
tata-sons-ipo-when-will-tata-group-bring-its-tata-sons-ipo

Tata Sons IPO: હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાનો ઈશ્યુ અત્યારે તો દેશનું સૌથી મોટુ પ્રારંભિક જાહેર ભરણુ (IPO) છે. તેના શેરનું શેરબજારમાં લિસ્ટીંગ પણ થયું છે. જોકે હ્યુન્ડાઈએ IPO જગતમાં નવો વિક્રમ સર્જ્યો છે. હવે ટાટા ગ્રુપ પણ તેની કંપની ટાટા સન્સનું શેરબજારમાં લિસ્ટીંગ કરાવવાની યોજના ધરાવે છે. આ માટે RBIની મંજૂરી માંગી હતી.

મધ્યસ્થ બેન્કે ટાટા સન્સે અપર લેયર NBFC તરીકે ક્લાસિફાઈ કરી છે.RBIનું માનવું છે કે અપર લેયર NBFCની કામગીરીમાં નાણાકીય પારદર્શિતા હોવી જોઈએ. આ માટે તેણે એવી તમામ નોન-બેન્કિંગ ફાયનાન્સ કંપનીઓ (NBFC)ને સપ્ટેમ્બર 2025 સુધીમાં શેરબજારમાં લિસ્ટીંગ માટે નિયમ બનાવ્યો છે. જોકે, ટાટા સન્સ શેરબજારમાં લિસ્ટીંગ કરાવવા ઈચ્છતી ન હતી. તો તેણે આ અંગે બેન્કિંગ નિયમનકર્તાની મંજૂરી માંગી હતી.

ટાટા સન્સનો IPO કેટલો મોટો હશે?
ગયા વર્ષે સમાચાર આવ્યા હતા કે જો ટાટા સન્સ IPO લાવે છે તો તેનું વેલ્યુએશન 11 લાખ કરોડ રૂપિયા થઈ શકે છે. આનો અર્થ એ થયો કે જો તે તેનો 5 ટકા હિસ્સો વેચે તો પણ તેના IPOનું કદ રૂપિયા 55,000 કરોડની આસપાસ હશે. આ હ્યુન્ડાઈ ઈન્ડિયાના રૂપિયા 27,870 કરોડના આઈપીઓ કરતાં લગભગ બમણું હશે.