tata News:ટાટા સન્સના બોર્ડે એન ચંદ્રશેખરનને એક્ઝિક્યુટીવ ચેરમેન તરીકે આગામી પાંચ વર્ષ માટે મંજૂરી આપી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગયા મહિને તેમણે ફરી વખત નિમણૂંક નહીં લેવાની જાહેરાત કરી હતી, જોકે આ મંજૂરીએ તેમના અગાઉના નિર્ણયને પલટાવી દીધો છે. આ ફેરફાર અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી.
ચંદ્રશેખરનનો કાર્યકાળ ફેબ્રુઆરી 2027માં પૂતો થયો છે. તેમણે ગયા મહિને કહ્યું હતું કે નવો કાર્યકાળ ઈચ્છતા નથી. તેમનો આ નિર્ણય ટાટા ટ્રસ્ટ્સના ચેરમેન નોએલ ટાટા સાથે કેટલાક સમય સુધી ચાલેલા વિવાદ બાદ સામે આવ્યો હતો. વિવાદ મુખ્યત્વે કંપનીની લિસ્ટીંગ અને પૂરા ગ્રુપમાં પૈસાની વહેચણીને લઈ હતો.
ટાટા સન્સના ચેરમેન એન.ચંદ્રશેખરે ગયા મહિને તેમના નિવેદનમાં કહ્યું હતું કે સર દોરાબજી ટાટા ટ્રસ્ટ અને સર રતન ટાટા ટ્રસ્ટે સર્વસંમતિથી તેમના આગામી કાર્યકાળને પાંચ વર્ષ માટે વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને ભલામણ કરવામાં આવી હતી.
ત્યારબાદ ટાટા સન્સની નોમિનેશન એન્ડ રિમ્યુનરેશન કમિટી તથા બોર્ડે પણ આ પ્રસ્તાવને રેકોર્ડ કર્યો હતો અને ભલામણો કરી હતી. જોકે 24 ફેબ્રુઆરી 2026ના રોજ યોજાયેલ ટાટા સન્સની બોર્ડ મિટીંગમાં આ પ્રસ્તાવ પાસ થઈ શક્યો ન હતો. ચંદ્રશેખરે એમ પણ કહ્યું કે આ પ્રસ્તાવ એટલા માટે આગળ વધી શક્યો નહીં કારણ કે હબોર્ડે એક મેમ્બરે સમર્થન આપ્યું નથી. સર્વસંમતિ ન થતા નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો.
બીજીબાજુ અહેવાલ પ્રમાણે ટાટા સન્સ બોર્ડે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI)ના નિયમો પ્રમાણે જાહેર કંપનીઓ બનવા માટે જરૂરી તમામ પગલાં ભરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ટાટા ગ્રુપની મુખ્ય હોલ્ડિંગ કંપની છે. સરળ ભાષામાં કહીએ તો ટાટા સન્સ એવી છત્રછાયા છે કે જેની નીચે TCS, Tata Motors, Tata Steel, Tata Power, ટાઈટન, ટ્રેંટ, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ અને ઈન્ડિયન હોટેલ્સ જેવી મોટી કંપનીઓ કામ કરે છે.
