Tata Sons Listing: રિઝર્વ બેન્કે ટાટા સન્સની પ્રાઈવેટ રહેવાની અરજીને નકારી દીધી,તો હવે શેરબજારમાં આવવું જરૂરી બનશે

Tata Sons Listing: Tata Groupની અગ્રણી કંપનીઓના શેરોમાં રોકાણ કરનારા કરોડો રોકાણકારો માટે મહત્વના ફેરફાર જોવા મળી શકે છે. જે ટાટા સન્સને અત્યાર સુધી સીધા શેરબજારમં ખરીદવાની તક મળતી ન હતી તેના માટે સ્ટોક એક્સચેન્જમાં આવવાનો માર્ગ ઝડપથી ખુલતો દેખાય છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 13 Sep 2026 11:08 PM (IST)Updated: Sun, 13 Sep 2026 11:08 PM (IST)
tata-sons-listing-the-reserve-bank-has-rejected-tata-sons-plea-to-remain-a-private-company-listing-on-the-stock-exchange-will-now-become-mandatory

Tata Sons Listing: Tata Groupની અગ્રણી કંપનીઓના શેરોમાં રોકાણ કરનારા કરોડો રોકાણકારો માટે મહત્વના ફેરફાર જોવા મળી શકે છે. જે ટાટા સન્સને અત્યાર સુધી સીધા શેરબજારમં ખરીદવાની તક મળતી ન હતી તેના માટે સ્ટોક એક્સચેન્જમાં આવવાનો માર્ગ ઝડપથી ખુલતો દેખાય છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI)એ ટાટા સન્સના તે પ્રયત્નને ઝાટકો આપ્યો છે કે જેના મારફતે કંપની તેના NBFC એટલે કે નોન-બેન્કિંગ ફાયનાન્શિયલ કંપનીના દેવાને ભરપાઈ કરી શેરબજારમાં લિસ્ટીંગની અનિવાર્યતાથી બહાર નિકળી શક્તિ હતી.

RBI એ કંપનીની કોર ઇન્વેસ્ટમેન્ટ કંપની(Core Investment Company) નોંધણી રદ કરવાની અરજીને ફગાવી દીધી છે. ટાટા સન્સે હવે ઉચ્ચ સ્તરની NBFCs ને લાગુ પડતા નિયમોનું પાલન કરવું પડશે, જેમાં લિસ્ટિંગ આવશ્યકતાઓનો સમાવેશ થાય છે. આનો અર્થ એ થયો કે જે કંપની દ્વારા ટાટા ગ્રુપ ઘણી મોટી કંપનીઓમાં હિસ્સો ધરાવે છે તેના શેર હવે જાહેર રોકાણકારો માટે ઉપલબ્ધ થવાની શક્યતા વધુ છે.

RBI એ શું નિર્ણય લીધો?

RBIએ માર્ચ 2024 માં ટાટા સન્સ દ્વારા કોર ઈન્વેસ્ટમેન્ટ કંપની (CIC) તરીકે નોંધણી રદ કરવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. આ નિર્ણય 12 સપ્ટેમ્બર 2026ના રોજ ટાટા સન્સના કંપની સેક્રેટરી અને CFO ને લખેલા પત્રમાં જાહેર કરવામાં આવ્યો હતો. RBI એ કંપનીને ઉચ્ચ સ્તરની NBFCs ને લાગુ પડતા તમામ નિયમોનું પાલન કરવા માટે જરૂરી પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો. આનો અર્થ એ થયો કે ટાટા સન્સ હવે ખાનગી કંપની રહેવા માટે તેના NBFC દરજ્જાથી અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી છે.

ટાટા સન્સને શેરબજારમાં પ્રવેશવાની જરૂર કેમ પડી શકે?

સપ્ટેમ્બર 2022 માં, RBI એ ટાટા સન્સને ઉચ્ચ-સ્તરીય NBFC તરીકે વર્ગીકૃત કર્યું. આ શ્રેણીની કંપનીઓ વધુ કડક નિયમનકારી આવશ્યકતાઓને આધીન છે અને તેમને ચોક્કસ સમયમર્યાદામાં સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ કરાવવું જરૂરી છે. ટાટા સન્સ માટે મૂળ લિસ્ટિંગની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર, 2025 હતી.આ જરૂરિયાતને ટાળવા માટે, ટાટા સન્સે તેનું NBFC નોંધણી રદ કરવાનું પસંદ કર્યું. કંપનીએ 2024 માં રૂપિયા21,000 કરોડથી વધુનું દેવું ચૂકવ્યું અને ત્યારબાદ RBI પાસેથી તેનું નોંધણી રદ કરવાની પરવાનગી માંગી. જો કે RBI એ હવે આ વિનંતીને નકારી કાઢી છે.