Tata Cars Price Reduction: ટાટા મોટર્સે જાહેરાત કરી છે કે તે પેસેન્જર વાહનો પરના GST દરમાં ઘટાડાનો સંપૂર્ણ લાભ સીધો ગ્રાહકોને આપશે. નવા GST દર 22મી સપ્ટેમ્બર, 2025થી લાગુ થશે.
GST કાઉન્સિલના તાજેતરના નિર્ણય પ્રમાણે નાની કાર, કોમ્યુટર બાઇક અને થ્રી-વ્હીલર પરનો ટેક્સ દર 28% થી ઘટાડીને 18% કરવામાં આવ્યો છે, જ્યારે મોટી કાર અને SUVને 40%ના નવા સ્લેબમાં મૂકવામાં આવ્યા છે.
આ સુધારાથી માસ-માર્કેટ કારની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થવાની અને ભારતમાં વ્યક્તિગત ગતિશીલતા વધુ સસ્તી બનવાની અપેક્ષા છે. તેને કારણે ટાટા મોટર્સે તેના વાહનોની કિંમતમાં ઘટાડો કર્યો છે. ચાલો વિગતવાર જાણીએ કે ટાટા મોટર્સે તેના વાહનોની કિંમતમાં કેટલો ઘટાડો કર્યો છે?
ટાટામોટર્સની ગાડી થઈ સસ્તી
મોડલ
કિંમતમાં ઘટાડો (રૂપિયામાં)
Tiago
₹75,000 સુધી
Tigor
₹80,000 સુધી
Altroz
₹1,10,000 સુધી
Punch
₹85,000 સુધી
Nexon
₹1,55,000 સુધી
Curvv
₹65,000 સુધી
Harrier
₹1,40,000 સુધી
Safari
₹1,45,000 સુધી
GST દરોમાં ઘટાડા પછી ટાટા મોટર્સે તેના ઘણા મોડેલોની કિંમતો ઘટાડી દીધી છે. કંપનીએ તેમના વાહનોની કિંમતોમાં ઘટાડા અંગે માહિતી આપી છે. જો કે અંતિમ કિંમતો વેરિઅન્ટના આધારે બદલાઈ શકે છે.
તહેવારોની મોસમ દરમિયાન વેચાણ વધવાની અપેક્ષા છે આ જાહેરાત તહેવારોની મોસમ પહેલા કરવામાં આવી છે, જે પરંપરાગત રીતે ભારતમાં વાહન ખરીદી માટે સૌથી વધુ માંગવામાં આવતો સમય છે. ટાટા મોટર્સ બુકિંગમાં વધારો થવાની અપેક્ષા રાખે છે અને ગ્રાહકોને સમયસર ડિલિવરી સુનિશ્ચિત કરવા માટે વહેલા બુકિંગ કરવા વિનંતી કરી છે.
ગ્રાહકોને સંપૂર્ણ લાભ ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ લિમિટેડ અને ટાટા પેસેન્જર ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શૈલેષ ચંદ્રાએ જણાવ્યું હતું કે 22મી સપ્ટેમ્બર,2025થી અમલમાં આવનારા પેસેન્જર વાહનો પર GSTમાં ઘટાડો એક પ્રગતિશીલ અને સમયસર નિર્ણય છે, જે સમગ્ર ભારતમાં લાખો લોકો માટે વ્યક્તિગત ગતિશીલતાને વધુ સુલભ બનાવશે. માનનીય પ્રધાનમંત્રીના વિઝન, નાણામંત્રીના ઉદ્દેશ્ય અને અમારી 'ગ્રાહક પ્રથમ' વિચારસરણીને અનુરૂપ, ટાટા મોટર્સ GSTમાં ઘટાડાનો સંપૂર્ણ લાભ તેના ગ્રાહકોને આપશે.