Tata Stocks: પહેલી વખત ટાટા ગ્રુપની આ કંપનીના 1 શેરનું થશે 10 શેરમાં વિભાજન, કંપનીએ રજૂ કર્યા મજબૂત પરિણામો

કંપનીએ કહ્યું કે તે 1:10ના ગુણોત્તરમાં શેર વિભાજીત કરશે. એટલે કે, જે શેરધારકો પાસે હાલમાં કંપનીનો એક શેર છે તેઓ સ્ટોક સ્પ્લિટ પછી 10 થઈ જશે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Mon 04 Aug 2025 04:11 PM (IST)Updated: Mon 04 Aug 2025 05:52 PM (IST)
tata-investment-announces-10-for-1-stock-split-stock-price-579143

Tata Investment Stock Split:ટાટા ગ્રુપ (Tata Group)ની અગ્રણી કંપની ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન(Tata Investment Corporation Ltd)એ સોમવારે નાણાકીય વર્ષ 2026ના પ્રથમ ક્વાર્ટરના પરિણામો રજૂ કર્યા. આ સાથે કંપનીએ સ્ટોક સ્પ્લિટની પણ જાહેરાત કરી છે.

કંપનીએ કહ્યું કે તે 1:10ના ગુણોત્તરમાં શેર વિભાજીત કરશે. એટલે કે, જે શેરધારકો પાસે હાલમાં કંપનીનો એક શેર છે તેઓ સ્ટોક સ્પ્લિટ પછી 10 થઈ જશે. આવી સ્થિતિમાં તેમની ફેસ વેલ્યુ 10 રૂપિયાને બદલે 1 રૂપિયા પ્રતિ શેર થઈ જશે. ટાટા ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનના શેરનો ભાવ આજે રૂપિયા 198.50 એટલે કે 2.93 ટકા વધીને રૂપિયા 6,981 થયો છે.

શેરધારકોની મંજૂરી બાકી છે
જોકે શેર વિભાજન માટે શેરધારકોની મંજૂરી હજુ બાકી છે. આ મંજૂરી પોસ્ટલ બેલેટ દ્વારા લેવામાં આવશે. આ ઉપરાંત જરૂરી સરકારી અને નિયમનકારી મંજૂરીઓ પણ લેવી પડશે. કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે આ પગલાથી શેર વધુ સસ્તું બનીને નાના રોકાણકારોની ભાગીદારી વધશે અને બજારમાં શેરની તરલતામાં સુધારો થશે.

ટાટા ઇન્વેસ્ટમેન્ટ્સ સ્ટોક સ્પ્લિટ રેકોર્ડ ડેટ
કંપનીએ હજુ સુધી સ્ટોક સ્પ્લિટ રેકોર્ડ ડેટ જાહેર કરી નથી. શેરધારકોની મંજૂરી મળ્યા પછી તેનો નિર્ણય લેવામાં આવશે. ટ્રેન્ડલાઇન ડેટા અનુસાર આ કંપનીનું પ્રથમ સ્ટોક સ્પ્લિટ છે. જોકે, કંપનીએ 2005 માં તેના શેરધારકોને 1:2 ના ગુણોત્તરમાં બોનસ શેર આપ્યા હતા.