New Plants in Sanand:ટાટા ઓટોકોમ્પ સિસ્ટમ્સ લિમિટેડે ગુજરાતના સાણંદમાં 3 નવી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીઝ શરૂ કરી છે. આ નવી મેન્યુફેક્ચરિંગ સુવિધા કંપનીના સતત થઈ રહેલા ઉત્પાદન વિસ્તરણમાં એક મહત્વની બાબત માનવામાં આવે છે અને તેના દ્વારા ભારતનાં સૌથી ઝડપથી વિકસતાં ઓટોમોટિવ હબ પૈકીના એકમાં કંપની પોતાની ઉપસ્થિતિને વધુ મજબૂત બનાવી છે.
સાણંદમાં 10 મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ
આ પણ વાંચો
નવી શરૂ કરાયેલી આ ફેસિલિટી ટાટા ઓટોકોમ્પના બિઝનેસ યુનિટ TMRP ઓટોટ્રિમ્સ પ્રાઇવેટ લિમિટેડ, TMWB ફોમ પ્રાઇવેટ લિમિટેડ અને ઓટોમોટિવ સ્ટેમ્પિંગ્સ એન્ડ એસેમ્બલીઝ લિમિટેડ (ASAL)ની કામગીરી ચાલે છે. આ નવા એકમોના ઉમેરા સાથે ટાટા ઓટોકોમ્પ હવે સાણંદમાં 10 ઉત્પાદન પ્લાન્ટ ધરાવે છે જે તેને પુણે બહાર કંપનીનું સૌથી મોટું ઉત્પાદન ક્લસ્ટર બનાવે છે.
અનેક કંપનીઓના હેડ ઉપસ્થિત રહ્યાં
ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ લિમિટેડના ચીફ પરચેઝ ઓફિસર સુધીર ચિખલે અને ટાટા ઓટોકોમ્પ સિસ્ટમ્સ લિમિટેડના વાઇસ ચેરમેન અરવિંદ ગોયલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ટાટા ઓટોકોમ્પ અને તેના બિઝનેસ યુનિટ્સના વરિષ્ઠ નેતૃત્વએ હાજરી આપી હતી, જેમાં ટાટા ઓટોકોમ્પ સિસ્ટમ્સ લિમિટેડના એમડી અને સીઈઓ મનોજ કોલ્હાટકર, ટીએમ ઓટોમોટિવ સીટિંગ સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડના સીઈઓ અમિત ડે અને વુડબ્રિજ ફોમ પ્રાઇવેટ લિમિટેડના પ્રેસિડેન્ટ અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કાઈ જેકોબસન અને આરપી ઓટોસ્ટાઇલ પ્રાઇવેટ લિમિટેડના એમડી રાજન ગાંધીનો સમાવેશ થાય છે.
સાણંદ ક્લસ્ટરમાં મહત્વની ભાગીદારી
ઉત્પાદન ક્ષેત્રના આ વિસ્તરણથી ટાટા ઓટોકોમ્પ (Tata AutoComp)ની ઉત્પાદન ક્ષમતાઓ વધશે, કાર્યકારી કાર્યક્ષમતામાં સુધારો થશે અને તેના OEM ભાગીદારો માટેના સમર્થનને વધુ મજબૂત બનાવવામાં મદદ મળશે. ઓટોમોટિવ ઉત્પાદન માટેના એક મહત્વપૂર્ણ કોરિડોરમાં સ્થિત,સાણંદ ક્લસ્ટર કંપનીની વિકાસ વ્યૂહરચનામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ સાથે જ તે સ્થાનિકીકરણ ની પહેલોને સમર્થન આપશે અને ઓટોમોટિવ તથા મોબિલિટી ક્ષેત્રોની બદલાતી જરૂરિયાતોને પૂરી કરવામાં પણ મદદરૂપ થશે.
