Sona Chandi News: વિશ્વ બજારોમાંથી મળેલા નબળા સંકેતો વચ્ચે ઊંચા મથાળે વ્યાપક પ્રમાણમાં નફારૂપી વેચવાલી નિકળા રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે સોનાનો 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 1,000 ઘટીને રૂપિયા 1,06,070 થયો છે. જ્યારે સ્ટાન્ડર્ડ સોનું 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 1,000 તૂટી રૂપિયા 1,05,200 થયું છે.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે ચાંદીનો કીલો દીઠ ભાવ રૂપિયા 500 ગગડી રૂપિયા 1,25,600 થયો છે.વૈશ્વિક બજારમાં સોનાના હાંજર ભાવ ઐતિહાસિક લેવલથી ગગડ્યા છે.
આ પણ વાંચો
સોનાના ઔંસદીઠ ભાવ 39.61 ડોલર એટલે કે 1.10 ટકા ઘટી 3,539.14 ડોલર ક્વોટ થયા છે. ગત બુધવારે ભાવ 3,539.14 ડોલરની સપાટીએ નોંધાયા હતા. અમેરિકાના અર્થતંત્રને લગતા વિવિધ આંકડા ટૂંક સમયમાં જાહેર થનાર છે ત્યારે રોકાણકારો તેને લઈ નજર રહેશે.
આ વધારાની અનિશ્ચિતતાઓ દ્વારા સોના અને ચાંદીને ટેકો મળતો રહ્યો, જેમાં દેવા અંગેની ચિંતાઓ અને ફેડરલ રિઝર્વની સ્વતંત્રતાનો પણ સમાવેશ થાય છે.
શુક્રવારે જાહેર થનારા US જોબ રિપોર્ટમાં સતત ચોથા મહિને પગાર વૃદ્ધિમાં ઘટાડો જોવા મળશે તેવી અપેક્ષા છે. જો ડેટા અપેક્ષા કરતા નબળો આવે છે તો આગામી મહિનાઓમાં US ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધુ ઘટાડાનો કેસ આગળ વધી શકે છે.