Stock Market Holiday:નવા સપ્તાહમાં 24મી નવેમ્બરને શેરબજારમાં રહેશે રજા, જાણો આ માહિતી

ભારતીય શેરબજાર આગામી નવા સપ્તાહમાં ચાર દિવસ કામકાજ કરશે અને એક દિવસની રજા રાખશે. આગામી 24 નવેમ્બરના રોજ ગુરુ નાનક જયંતી નિમિત્તે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ(NSE) ખાતે કામકાજ બંધ રહેશે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 22 Nov 2026 03:45 PM (IST)Updated: Sun, 22 Nov 2026 03:45 PM (IST)
stock-market-holiday-the-stock-market-will-remain-closed-on-november-24th-in-the-coming-week

Stock Market Holiday Next Week:ભારતીય શેરબજાર આગામી નવા સપ્તાહમાં ચાર દિવસ કામકાજ કરશે અને એક દિવસની રજા રાખશે. આગામી 24 નવેમ્બરના રોજ ગુરુ નાનક જયંતી નિમિત્તે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ(NSE) ખાતે કામકાજ બંધ રહેશે.એવી જ રીતે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ-MCX ખાતે પણ સવારના સમય દરમિયાન કામકાજ નહીં થાય.

24 નવેમ્બરે ગુરુનાનક દેવ જયંતી નિમિતે રજા

શેરબજારોની રજાઓની યાદી પ્રમાણે મંગળવાર, 24 નવેમ્બરના રોજ ગુરુનાનક દેવ જયંતી નિમિત્તે શેર ટ્રેડિંગની લગતી કામગીરી બંધ રહેશે, જ્યારે MCX અંગે મળતી માહિતી પ્રમાણે સવારના સમય દરમિયાન આ પ્લેટફોર્મ પર ટ્રેડિંગને લગતી કામગીરી બંધ રહેશે, સાંજના સેશન દરમિયાન ટ્રેડિંગને લગતી કામગીરી સામાન્ય દિવસ પ્રમાણે યથાવત રહેશે.

સામાન્ય દિવસોમાં સમય

સામાન્ય રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે કે NSE ખાતે સવાના 9:15 વાગ્યાથી બપોરના સમય દરમિયાન 3:30 વાગ્યા દરમિયાન કામકાજ કરવામાં આવે છે. આ અગાઉ 15 મિનિટ માટે પ્રી-ઓપનિંગ સેશન યોજાય છે. જોકે, 24 નવેમ્બરના દિવસે રજાને લીધે એનએસઈ અને બીએસઈ ખાતે કોઈ જ પ્રકારની કામગીરી થશે નહીં.

ગયા શુક્રવારે શેરબજારમાં શાનદાર તેજી

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય શેરબજારમાં વીતેલા સપ્તાહના અંતિમ દિવસે સમયમાં વ્યાપક પ્રમાણમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. BSE સેન્સેક્સ 898 પોઇન્ટ ઉછળીને 83,919.71 પર બંધ રહ્યો હતો. જ્યારે NSE નિફ્ટી 286.30 પોઇન્ટ વધી 25,800 પર બંધ રહી હતી. ફ્રન્ટલાઈન શેરોમાં આકર્ષિક ખરીદીને લીધે ભારતીય શેરબજારમાં સતત તેજીની રોનક જોવા મળી હતી. વિદેશી સંસ્થાગત રોકાણકારો દ્વારા મોટાપાયે ખરીદી કરવામાં આવતા તેમ જ સ્થાનિક ફંડોની ખરીદીનો પણ ટેકો મળતા બજારના સેન્ટીમેન્ટમાં નોંધપાત્ર પ્રમાણમાં સુધારો થયો છે.