10000 કર્મચારીઓની જઈ શકે છે નોકરી, દિગ્ગજ સોફ્ટવેર કંપની કરી રહી છે છટણીની તૈયારી

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના વધતા ઉપયોગને કારણે SAP 10,000 કર્મચારીઓની છટણી કરવાની તૈયારી કરી રહ્યું છે. કંપની AI અને ક્લાઉડ સેવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને પોતાના બિઝનેસ મોડલને બદલી રહી છે, જેનાથી નોકરીઓ પર સંકટ આવી શકે છે.

By: Nilesh JethvaEdited By:Nilesh JethvaPublish Date: Fri, 27 Nov 2026 03:21 PM (IST)Updated: Fri, 27 Nov 2026 03:21 PM (IST)
sap-se-prepares-for-major-layoffs-10000-employees-could-lose-their-jobs
સોફ્ટવેર કંપની કરી રહી છે છટણીની તૈયારી

SAP Layoffs: આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ વધતા વિશ્વભરની આઈટી કંપનીઓ પોતાના કામ કરવાની પદ્ધતિ બદલી રહી છે. જેની સીધી અસર લોકોની નોકરી પર પડી રહી છે. હવે જર્મનીની જાણીતી સોફ્ટવેર કંપની SAP અંદાજ 10 કર્મચારીઓને નોકરીમાંથી કાઢવાની તૈયારી કરી રહી છે. જો આ નિર્ણય લાગુ કરવામાં આવે તો કંપનીની કુલ કર્મચારીઓમાંથી દસ ટકા કર્મચારીઓની નોકરી પર સંકટ આવી શકે છે. જોકે, આ એક માત્ર શરુઆતનો અહેવાલ છે, આ અંગે કંપનીએ કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. જોકે, આ પહેલીવાર નથી જ્યારે કોઈ સોફ્ટવેર કંપની છટણી કરતી હોય, આ પહેલા પણ ઘણી કંપનીઓએ આવા આકરા નિર્ણય લીધા જ છે.

તમને જણાવી દઈએ કે, બ્લૂમબર્ગના રિપોર્ટના આધારે જણાવવામાં આવ્યું છે કે, જર્મન સોફ્ટવેર કંપની SAP SE પોતાના બિઝનેસને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સને અનુરુપ બનાવવા માટે અત્યારથી પુનર્ગઠનની યોજના પર કામ કરવા લાગી છે. જેના કારણે કંપની મોટા પાટે છટણી કરી શકે છે.

AI ના કારણે કંપનીઓ બદલી રહી છે પોતાની પોલિસી

જોકે આ પ્રસ્તાવ પર અત્યારે માત્ર ચર્ચા ચાલી રહી છે. કંપની એઆઈના ઉપયોગને વધુ મહત્વ આપી રહી છે, જેના કારણે મેનપાવરમાં ઘટાડો કરવામાં આવી શકે છે. કંપની ક્લાઉડ આધારીત સર્વિસ અને એઆઈ સાથે સલગ્ન એન્ટરપ્રાઈઝ સોલ્યૂસન્સ પર વધારે ફોક્સ કરી રહી છે. જેના કારણે કામમાં વધુ ચોકસાઈ લાવવા અને ખર્ચમાં ઘટાડો કરવા કર્મચારીઓની સંખ્યા ઘટાડવામાં આવી શકે છે.

આ પહેલા પણ SAP એ કરી હતી છટણી

આ સંભવિત રિસ્ટ્રીક્ચરિંગના કારણે SAP ના વૈશ્વિક વર્કફોર્સના ઓછામાં ઓછો 9 ટકા ભાગને અસર થઈ શકે છે. જોકે, કેટલી નોકરી જશે જે હજુ સુધી ફાઈનલ રિપોર્ટમાં જણાવાયું નથી. તમને જણાવી દઈએ કે આ પહેલા કંપનીએ 2024 મા છટણી કરી હતી જેના કારણે 10 હજાર પોસ્ટને ખતમ કરી હતી. કંપનીમાં આ ફેરફાર આ વર્ષે યોજાયેલી કાર્યકારી બોર્ડની બેઠકમાં જે બે ફેરફાર કરવામાં આવ્યા ત્યાર પછી જોવા મળ્યા છે. કેમ કે મેઈન એક્ઝિક્યૂટીવ ઓફીસર (CEO) ક્રિશ્ચિયન ક્સેન એઆઈ ફર્સ્ટ નીતિને મહત્વ આપે છે. આ ઉપરાંત કંપનીની કાર્યકારી બોર્ડ સભ્યોમાંથી બે સભ્ય માર્ચ મહિનામાં કંપની છોડી દેશે.

કંપનીનો નેટ પ્રોફીટ 11 ટકા વધ્યો છે

કંપનીને રેવન્યૂની દ્રષ્ટીએ કોઈ સમસ્યા નથી. કારણ કે કંપનીનો નફો વધી રહ્યો છે. કંપનીએ ત્રીજા ક્વાર્ટરમાં 10.3 અરબ યૂરોની આવક કરી છે. જે ગયા વર્ષની સરખામણીએ 13 ટકા વધારે છે. આ દરમિયાન ક્લાઉડ સર્વિસમાં 6.7 અરબ યૂરોની કમાણી કરી છે. જ્યારે કંપનીનો નેટ પ્રોફીટ 11 ટકા વધ્યો છે.