Rule Change 1 December 2026: ડિસેમ્બર 2026 મહિનો શરૂ થવા જઈ રહ્યો છે અને તેની સાથે જ સામાન્ય નાગરિકોના ખિસ્સા, બેંકિંગ વ્યવહારો અને રોકાણ સાથે જોડાયેલા અનેક મહત્વપૂર્ણ નિયમો બદલાઈ રહ્યા છે. 1 ડિસેમ્બર 2026 થી SBI ક્રેડિટ કાર્ડના અમુક વ્યવહારો પર વધારાનો ચાર્જ લાગશે, જ્યારે કમોડિટી બજારમાં ટ્રેડિંગ કરતા રોકાણકારો માટે SEBI ના નવા માર્જિન નિયમો અમલમાં આવશે. આ ઉપરાંત આધારમાં ઈમેલ અપડેટ કરવાની મફત સુવિધા, પેન્શનરો માટે લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવાની અંતિમ તારીખ, LPG સિલિન્ડરના દરની સમીક્ષા અને RBI ની મોનેટરી પોલિસી કમિટી (MPC) ની બેઠક પર સૌની નજર રહેશે.
1) SBI ક્રેડિટ કાર્ડથી ચુકવણી કરવી પડશે મોંઘી
જો તમે SBI ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો 1 ડિસેમ્બરથી ચોક્કસ વ્યવહારો પર 1% વધારાની ફી ચૂકવવી પડી શકે છે. SBI Card એ ટ્રાન્સપોર્ટેશન અને ફ્યુઅલ સંબંધિત મોટા વ્યવહારો પર 1% ચાર્જ લગાવવાનો નિર્ણય લીધો છે:
ટ્રાન્સપોર્ટેશન ખર્ચ:
₹30,000 થી વધુના દરેક યોગ્ય ટ્રાન્સપોર્ટેશન ટ્રાન્ઝેક્શન પર 1% ફી લાગશે. આ ચાર્જ સમગ્ર મહિનાના ખર્ચને બદલે પ્રત્યેક ટ્રાન્ઝેક્શન મુજબ લાગશે. દાખલા તરીકે, એક જ સમયે ₹35,000 નું ટ્રાન્સપોર્ટેશન પેમેન્ટ કરાય તો ₹350 વધારાના ચૂકવવા પડશે.
ફ્યુઅલ ખર્ચ:
કોઈ બિલિંગ સાયકલમાં SBI ક્રેડિટ કાર્ડથી કુલ ફ્યુઅલ ખર્ચ ₹50,000 થી વધુ થાય, તો સમગ્ર ફ્યુઅલ ખર્ચ પર 1% ફી લાગશે.
2) કમોડિટી ટ્રેડિંગના માર્જિન નિયમોમાં ફેરફાર
1 ડિસેમ્બરથી કમોડિટી ડેરિવેટિવ્સમાં ટ્રેડિંગ કરતા લોકો માટે SEBI ના નવા માર્જિન નિયમો લાગુ થશે. હવે કમોડિટીના ભાવમાં થતી વધઘટ (વોલેટિલિટી) ના આધારે લઘુત્તમ પ્રારંભિક માર્જિન નક્કી થશે. નવા નિયમ મુજબ ઓછી વોલેટિલિટી ધરાવતી કમોડિટી પર 6% માર્જિન, મધ્યમ વોલેટિલિટી પર 8% માર્જિન અને વધુ વોલેટિલિટી ધરાવતી કમોડિટી પર 10% માર્જિન રહેશે. ઉપરાંત ઓછી અને મધ્યમ વોલેટિલિટીવાળી કમોડિટી માટે માર્જિન પિરિયડ ઓફ રિસ્ક 2 દિવસ અને વધુ વોલેટિલિટી માટે 3 દિવસ રહેશે, જેનાથી ટ્રેડર્સે પોઝિશન મુજબ ફંડ રાખવું પડશે.
3) વિદેશમાં રહેતા રોકાણકારો માટે KYC થશે સરળ
SEBI ના નવા નિયમો હેઠળ NRI, OCI અને FATF ના નિયમોનું પાલન કરતા દેશોમાં રહેતા યોગ્ય વિદેશી રોકાણકારો માટે KYC પ્રક્રિયા સરળ બનશે. 3 ડિસેમ્બરથી યોગ્ય રોકાણકારો SEBI સાથે નોંધાયેલા મધ્યસ્થીઓ મારફતે રિમોટ પદ્ધતિથી KYC પૂર્ણ કરી શકશે. આ માટે ફિઝિકલ વેરિફિકેશન માટે ભારત આવવાની જરૂર નહીં રહે અને ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણ સરળ બની શકે છે.
4) આધારમાં ઈમેલ અપડેટ કરવાની મફત તક
આધાર કાર્ડમાં ઈમેલ એડ્રેસ અપડેટ કરાવવા માંગતા નાગરિકો પાસે 31 ડિસેમ્બર 2026 સુધીની તક છે. UIDAI એ આધાર મોબાઈલ એપ દ્વારા ઈમેલ અપડેટ કરાવવા પર લાગતી ₹75 ની ફી 6 મહિના માટે માફ કરી છે, જે સુવિધા 1 જુલાઈ 2026 થી શરૂ થઈ હતી અને 31 ડિસેમ્બર 2026 સુધી મફત રહેશે.
5) પેન્શનરો માટે 30 નવેમ્બર અંતિમ તારીખ અને અન્ય મહત્વના અપડેટ્સ
લાઈફ સર્ટિફિકેટ:
કેન્દ્ર સરકારના પેન્શનરો માટે જીવન પ્રમાણપત્ર (Life Certificate) જમા કરાવવાની અંતિમ તારીખ 30 નવેમ્બર 2026 છે. પેન્શન ચાલુ રાખવા માટે વાર્ષિક સર્ટિફિકેટ જરૂરી છે, જે 'જીવન પ્રમાણ' દ્વારા ઓનલાઈન પણ જમા થઈ શકે છે; સમયમર્યાદા ચૂકાય તો પેન્શન ચુકવણીમાં વિલંબ અથવા અવરોધ આવી શકે છે.
6) LPG સિલિન્ડરના ભાવ:
દર મહિનાની પહેલી તારીખે ઓઈલ કંપનીઓ LPG સિલિન્ડરના ભાવની સમીક્ષા કરે છે, તેથી 1 ડિસેમ્બરે ઘરેલુ અને કોમર્શિયલ સિલિન્ડરના નવા દર જાહેર થઈ શકે છે.
7) RBI ની MPC બેઠક:
રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટી (MPC) ની બેઠક 2 થી 4 ડિસેમ્બર દરમિયાન યોજાશે. રેપો રેટમાં ફેરફાર થાય તો હોમ લોન અને પર્સનલ લોન સહિતના વ્યાજદરો પર સીધી અસર પડી શકે છે.
કોષ્ટક
