'વેપારી ગણ કૃપયા ધ્યાન દે'... 1 ડિસેમ્બરથી મળશે મોટી રાહત, GST ને લઈ સરકારે બદલ્યો નિયમ

સરકારે GST રજિસ્ટ્રેશન રદ કરવાના નિયમોમાં સુધારો કર્યો છે, જે 1 ડિસેમ્બર, 2026થી લાગુ થશે. હવે વેપારીઓ GST પોર્ટલ દ્વારા ઓનલાઈન રજિસ્ટ્રેશન રદ કરી શકશે, જેનાથી ઓફિસના ધક્કા ખાવાની જરૂર નહીં પડે અને પ્રક્રિયા સરળ બનશે.

By: Nilesh JethvaEdited By:Nilesh JethvaPublish Date: Thu, 26 Nov 2026 12:52 PM (IST)Updated: Thu, 26 Nov 2026 12:52 PM (IST)
rules-for-cancelling-gst-registration-have-changed
1 ડિસેમ્બરથી લાગુ થશે નવા નિયમો

GST cancellation new rules 2026: જો તમે વેપારી છો અને તમે કોઈ કારણસર બિઝનેસ બંધ કરી દીધો છે અને હવે આ GST નંબર કેન્સલ કરાવવા માગો છો તે આ સમાચાર તમારા માટે કામના છે. કારણ કે સરકારે જીએસટી નિયમમાં મહત્વનો સુધારો કર્યો છે. નોંધનિય છે કે, પહેલા જીએસટી રજિસ્ટ્રેશન કેન્સલ કરાવવામાં વેપારીઓને થોડી સમસ્યાઓ આવી રહી હતી. પરંતુ સરકારે હવે વેપારીઓની આ સમસ્યા દૂર કરી દીધી છે.

1 ડિસેમ્બરથી લાગુ થશે નવા નિયમો

હવે જો તમે ધંધો બંધ કરી દીધો હોય અથવા હવે તમે જીએસટીના ક્રાઈટ એરિયામાં નથી આવતા અને તમે જીએસટી રજિસ્ટ્રેશન બંધ કરાવવા માગો છો તો તમારે ઓફીસના ધક્કા ખાવાની જરુર નથી. સરકારના નવા નિયમ પ્રમાણે આ કામ તમે જીએસટી પોર્ટલના માધ્યમથી જ કરી શકો છો. નવો નિયમ 1 ડિસેમ્બરથી લાગુ થશે. આ નિયમ લાગુ થયા બાદ તમારે ટેક્સ અધિકારી પાસે જવાની જરૂર નહીં રહે.

વેપારીઓનું કામ થશે સરળ

તમને જણાવી દઈએ કે, આ નિયમ લાગુ થયા બાદ વેપારીઓનું કામ સરળ થઈ જશે કારણ કે, આ નવો નિયમ એવા વેપારીઓ માટે આશિર્વાદરુપ છે જેઓ ધંધો બંધ કરી ચુક્યા છે અથવા જીએસટી રજિસ્ટ્રેશન ચાલુ રાખવા માગતા નથી. હવે જો કેન્સલેશનની પ્રક્રિયા ઓનલાઈન જ થઈ જશે તો તેનાથી વેપારીઓનો સમય અને પેપર વર્ક બન્ને બચશે. જોકે આ નિયમ લાગુ થયા પછી પણ જો તમારુ કોઈ લેણુ બાકી હશે તો તે બધા નિયમો અનુસાર તમારે પ્રક્રિયા કરવાની રહેશે.

હવે ઓફીસના ધક્કા નહીં ખાવા પડે

નવા નિયમોને કારણે વેપારીઓને ઓફીસોના ધક્કા નહીં ખાવા પડે. જોકે જે વેપારીઓ જીએસટી રજિસ્ટ્રેશન બંધ કરાવવા માગે છે તેમણે કેટલીક શરતોનું પાલન કરવું પડશે. નવા નિયમો પ્રમાણે જો વેપારીએ જરુરી રિટર્ન ભરી દીધુ છે અને તેના ફર્મ પર કોઈ ટેક્સના પૈસા લેવાના બાકી નથી રહેતા, આ ઉપરાંત વ્યાજ, કે કોઈ ફી, પેનલ્ટી કે કોઈ અન્ય લેણા બાકી ન હોય તો જીએસટી પોર્ટલ ઈલેક્ટ્રીક રીતે તેનું રજિસ્ટ્રેશન બંધ કરી દેશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC) એ સેન્ટ્રલ જીએસટી નિયમ 2017 મા ફેરફાર કર્યો છે. આ ફેરફાર સંશોધન CGST Act, 2017 ના સેક્સન અંતર્ગત મળેલા પાવરના આધારે કરવામાં આવ્યો છે.