RBI New Rule: સહકારી બેંકો માટે રિઝર્વ બેંકે નિયમ બદલ્યો, હવે કોઈ વ્યક્તિ 10 વર્ષથી વધુ સમય સુધી ડિરેક્ટરના પદ પર રહી શકશે નહીં

નિયમોમાં સુધારા કરતાં દિશા-સૂચનો જાહેર કરતાં કહ્યું કે 10 વર્ષનો કાર્યકાળ પૂરો કર્યાં બાદ કોઈ પણ ડિરેક્ટરને ફરીથી ત્રણ વર્ષ માટે ફરજિયાત 'કૂલિંગ-ઓફ' અવધિ બાદ જ થઈ શકશે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 25 May 2026 11:52 PM (IST)Updated: Mon, 25 May 2026 11:53 PM (IST)
reserve-bank-of-india-caps-cooperative-banks-directors-tenure-at-10-years

RBI New Rule: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ શહેરી સહકારી બેન્કેો (UCB)ના નિર્દેશકો એટલે કે ડિરેક્ટરના કાર્યકાળને લગતા નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. આ સાથે મધ્યસ્થ બેંકે કહ્યું કે કોઈ પણ બોર્ડ ઓફ ડિરેક્ટરમાં સતત 10 વર્ષથી વધારે સમય સુધી ડિરેક્ટર તરીકે જવાબદારી સંભાળી શકશે નહીં.

મધ્યસ્થ બેંકે સોમવારે આ અંગેના નિયમોમાં સુધારા કરતાં દિશા-સૂચનો જાહેર કરતાં કહ્યું કે 10 વર્ષનો કાર્યકાળ પૂરો કર્યાં બાદ કોઈ પણ ડિરેક્ટરને ફરીથી ત્રણ વર્ષ માટે ફરજિયાત 'કૂલિંગ-ઓફ' અવધિ બાદ જ થઈ શકશે.

RBIએ કહ્યું કે આ પ્રકારના કિસ્સા સામે આવ્યા છે કે જ્યાં શહેરી સહકારી બેંકોના ડિરેક્ટરો કાયદાકીય જોગવાઈને નજરઅંદાજ કરીને બોર્ડ ઓફ ડિરેક્ટરમાં જળવાઈ રહેવા માટે વચ્ચે જ રાજીનામુ આપી જલ્દીથી ફરી વખત નિમણૂંક મેળવી લે છે અથવા ફરી વખત ખાસ જોગવાઈ સાથે સત્તા પર કબજો કરી લે છે. હવે નવા નિયમ પ્રમાણે ફરજિયાત કૂલિંગ ઓફની અવધિમાં સંબંધિત વ્ય્તિ બેંકથી કોઈ પણ રીતે જોડાઈ શકશે નહીં. તેઓ ફક્ત સભ્ય અથવા ગ્રાહક તરીકે જ જોડાયેલ રહી શકશે.

અલબત યોગ્યતા કેળવી લેનાર વ્યક્તિ કૂલિંગ ઓફના સમય દરમિયાન અન્ય કોઈ બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરમાં ડિરેક્ટર બની શકે છે. RBIએ કહ્યું કે સહકારી બેંક (શાસન) સુધારાને લગતા દિશા-નિર્દેશ, 2026 તાત્કાલિક અસરથી લાગુ થયેલ છે. આ રીતે દિશાનિર્દેશ ગ્રામીણ સહકારી બેંક (RRB) માટે અલગથી ઈશ્યુ કરવામાં આવશે.