ATM Withdrawal Rules 2026: ATM માંથી પૈસા ઉપાડવાના નિયમો બદલાયા; જાણો મહિનામાં કેટલા ટ્રાન્ઝેક્શન ફ્રી મળશે અને કેટલો ચાર્જ લાગશે

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ATM માંથી રોકડ ઉપાડ અને અન્ય બેંકિંગ સેવાઓના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. 27 નવેમ્બર 2026થી અમલમાં આવેલી આ નવી માર્ગદર્શિકાની સીધી અસર દેશના તમામ ATM ગ્રાહકોને થશે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 29 Nov 2026 03:42 PM (IST)Updated: Sun, 29 Nov 2026 03:42 PM (IST)
rbi-new-atm-rules-free-transaction-limits-rs-23-fee-and-balance-check-updates

ATM Withdrawal Rules 2026:ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ATM માંથી રોકડ ઉપાડ અને અન્ય બેંકિંગ સેવાઓના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. 27 નવેમ્બર 2026થી અમલમાં આવેલી આ નવી માર્ગદર્શિકાની સીધી અસર દેશના તમામ ATM ગ્રાહકોને થશે. આ નિયમો હેઠળ ફ્રી ટ્રાન્ઝેક્શનની મર્યાદા, વધારાના ચાર્જ અને ગ્રાહક સુરક્ષાને લઈને સ્પષ્ટતા કરવામાં આવી છે.

મહિનામાં કેટલા વ્યવહારો રહેશે ફ્રી?

નવા નિર્દેશો પ્રમાણે બચત ખાતું ધરાવતા ગ્રાહકો પોતાના બેંકના ATM માંથી દર મહિને 5 ટ્રાન્ઝેક્શન ફ્રી કરી શકશે. અત્રે નોંધનીય છે કે આ 5 ટ્રાન્ઝેક્શનમાં ફક્ત રોકડ ઉપાડ જ નહીં પરંતુ બેલેન્સ ચેક કરવું અને મિની સ્ટેટમેન્ટ કઢાવવા જેવી બિન-નાણાકીય સર્વિસિસ પણ સમાવેશ થાય છે. અન્ય બેંકના ATM ના ઉપયોગ માટે શહેર મુજબ મર્યાદા નક્કી કરાઈ છે જેમાં મેટ્રો શહેરોમાં દર મહિને 3 અને નોન-મેટ્રો શહેરોમાં 5 ટ્રાન્ઝેક્શન ફ્રી મળશે.

વધારાના વ્યવહાર પર કેટલો ચાર્જ લાગશે?

માસિક ફ્રી લિમિટ પૂરી થયા બાદ ગ્રાહકે દરેક વધારાના ટ્રાન્ઝેક્શન પર મહત્તમ રૂપિયા 23 સુધીનો ચાર્જ ચૂકવવો પડશે. આ રકમ ઉપરાંત લાગુ પડતા ટેક્સ અલગથી વસૂલવામાં આવશે.

ગ્રાહકોને મળશે એલર્ટ અને નિષ્ફળ વ્યવહાર પર રાહત

RBI એ બેંકોને આદેશ આપ્યો છે કે તેઓ ગ્રાહકોને તેમના ઉપયોગ થયેલા ફ્રી ટ્રાન્ઝેક્શન અને સંભવિત ચાર્જ અંગે એલર્ટ કે અન્ય માધ્યમો દ્વારા સતત માહિતગાર રાખે. આ ઉપરાંત જો કોઈ ટેકનિકલ ખામીને કારણે ખાતામાંથી પૈસા કપાઈ જાય પરંતુ ATM માંથી રોકડ બહાર ન આવે તો તેને માન્ય વ્યવહાર ગણવામાં આવશે નહીં અને તેના પર કોઈ ચાર્જ પણ લાગશે નહીં.