Personal Loan:અચાનક આવી પડેલી નાણાકીય જરૂરિયાત, મેડિકલ ઈમરજન્સી કે ઘરના શુભ પ્રસંગો માટે પર્સનલ લોન સૌથી ઝડપી વિકલ્પ સાબિત થાય છે. કોઈપણ મિલકત ગીરવે મૂક્યા વગર મળતી આ લોન લેતા પહેલા વિવિધ બેંકોના વ્યાજ દરો અને છૂપા ચાર્જની સરખામણી કરવી અત્યંત જરૂરી છે, કારણ કે વ્યાજ દરમાં નાનો ફેરફાર પણ તમારા માસિક હપ્તા (EMI) પર મોટી અસર પાડે છે. દેશની ત્રણ અગ્રણી ખાનગી બેંકો—IDFC FIRST Bank, Axis Bank અને RBL Bank ની લોન ઓફરની વિગતો નીચે મુજબ છે.
IDFC FIRST Bank: ઝીરો ચાર્જ અને ડિજિટલ સુવિધા
ઓછા ખર્ચ અને ઝડપી પ્રક્રિયા ઈચ્છતા ગ્રાહકો માટે IDFC FIRST Bank ની FIRSTmoney સ્માર્ટ લોન ઉત્તમ વિકલ્પ છે. અહીં વાર્ષિક 9.99% શરૂઆતી દરે લોન મળે છે. પૂરી પ્રક્રિયા 100% ડિજિટલ હોવાથી વારંવાર બેંકની મુલાકાત લેવાની જરૂર પડતી નથી.મંજૂરી મળ્યાની ફક્ત 10 મિનિટમાં જ નાણાં ખાતામાં જમા થઈ જાય છે. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં પ્રોસેસિંગ ફી અને ફોરક્લોઝર ચાર્જ બિલકુલ ઝીરો છે.
Axis Bank: સ્પર્ધાત્મક વ્યાજ દરો
પ્રાઈવેટ સેક્ટરની અગ્રણી Axis Bankમાં પર્સનલ લોનના વ્યાજ દરો સામાન્ય રીતે 9.99% થી શરૂ થાય છે.લોનની રકમ પર મહત્તમ 2% સુધી પ્રોસેસિંગ ફી તથા GST ચૂકવવા પડે છે. જો તમે સમય પહેલા લોન બંધ કરાવો તો બાકી મુદ્દલ પર 2% થી 3% ફોરક્લોઝર ચાર્જ લાગે છે.
RBL Bank: સરળ લોન મર્યાદા
RBL Bank ગ્રાહકોની પાત્રતા પ્રમાણે રૂપિયા 30 હજાર થી રૂપિયા 7 લાખ કે તેથી વધુની લોન આપે છે. અહીં વ્યાજ દર 17.50% થી 26% સુધી રહે છે. પ્રથમ 18 હપ્તાની અંદર લોન બંધ કરવા પર બાકી મુદ્દલના 5% પ્રી-પેમેન્ટ ચાર્જ ચૂકવવો પડી શકે છે.
ટૂંકમાં ઓછા વ્યાજ દર અને ઝીરો પ્રોસેસિંગ-ફોરક્લોઝર ચાર્જના કારણે IDFC FIRST Bank ગ્રાહકોના ખિસ્સા માટે સૌથી વધુ કિફાયતી સાબિત થઈ શકે છે.
