Ration Card New Scheme: ભારત સરકાર દ્વારા સામાન્ય જનતા માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. સરકાર ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મફત રાશનનું વિતરણ કરે છે. જે વ્યક્તિ રેશન કાર્ડ બનાવડાવીને મેળવી શકે છે. ત્યારે હવે તેમાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા હવેથી રેશન કાર્ડ ધારકોને મફતમાં ચોખા આપવામાં આવશે નહીં, તેની જગ્યાએ 9 વસ્તુઓ આપવામાં આવશે. ત્યારે જાણો રેશન કાર્ડ ધારકોને કઈ કઈ વસ્તુઓ મફતમાં મળશે.
હવે આપવામાં આવશે આ જરૂરી વસ્તુઓ
ભારત સરકારની મફત રાશન યોજના હેઠળ હવે ચોખાના બદલે ઘઉં, કઠોળ, ચણા, ખાંડ, મીઠું, સરસવનું તેલ, લોટ, સોયાબીન અને મસાલા આપવામાં આવશે. સરકારનો આ નિર્ણય લોકોના સ્વાસ્થ્યને સુધારવા અને તેમના ખોરાકમાં પોષણનું સ્તર વધારવા માટે છે. આનાથી લોકોની ક્વોલિટી ઓફ લાઈફ સુધરશે.
આ રીતે બનાવી શકો છો રેશન કાર્ડ
- સૌથી પહેલા તમારી નજીકની ફૂડ એન્ડ સપ્લાય ડિપાર્ટમેન્ટ ઓફિસમાં જાઓ.
- ડિપાર્ટમેન્ટની ઓફિશિયલ વેબસાઇટ પરથી પણ એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરી શકાય છે.
- એપ્લિકેશન ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ માહિતી યોગ્ય રીતે દાખલ કરો.
- સંબંધિત ડોક્યૂમેન્ટ પણ એપ્લિકેશન ફોર્મ સાથે જોડો.
- એપ્લિકેશન ફોર્મ અને સંબંધિત ડોક્યૂમેન્ટ નજીકની રેશનિંગ ઓફિસમાં સબમિટ કરો.
- ત્યારબાદ સંબંધિત અધિકારી દ્વારા તમે આપેલી માહિતી અને એપ્લિકેશન ફોર્મની ચકાસણી કરવામાં આવશે.
- ત્યારબાદ તે આગળની પ્રક્રિયા કરશે.
- ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થયા પછી તમારું રેશન કાર્ડ બનાવવામાં આવશે અને તમે તેના પર મફત રાશન મેળવી શકો છો.
