Home Loan EMI: શું તમે હોમ લોન લીધી છે? જાણો EMI ઘટાડવાની 5 શાનદાર ટિપ્સ

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Sat, 07 Sep 2024 11:46 AM (IST)Updated: Sat, 07 Sep 2024 12:06 PM (IST)
easy-5-ways-to-cut-your-home-loan-emis

How to Reduce Home Loan EMI: દરેક વ્યક્તિનું સપનું હોય છે કે, તેનું પોતાનું ઘર હોય. જે માટે વ્યક્તિ ઘણી બચત કરતો હોય છે. ત્યારે કેટલીક વખત પૈસાની સમસ્યાના કારણે વ્યક્તિ હોમ લોન (Home Loan) લેતો હોય છે. આવી સ્થિતિમાં લોન લેનાર વ્યક્તિની મહિનાની આવકમાંથી મોટો ભાગ તેની હોમ લોનની EMI (Home Loan EMI) પર ખર્ચ થાય છે. ત્યારે આજે અમે તમને EMI ઘટાડવા માટે કેટલીક ટિપ્સ જણાવવા જઈ રહ્યા છે.

કેવી રીતે ઘટાડવી હોમ લોનની EMI

ડાઉન પેમેન્ટ વધુ કરો

વ્યક્તિએ ઘર ખરીદતા પહેલા સારી એવી રકમ ભેગી કરી લેવી જોઈએ. જેથી વધુ ડાઉન પેમેન્ટ કરી શકાય અને EMIની રકમને ઘટાડી શકાય. વ્યક્તિએ ઘરની કુલ કિંમતના લગભગ 25 ટકા ડાઉન પેમેન્ટ કરવાનો પ્રયાસ કરવો જોઈએ.

હોમ લોન ઓવરડ્રાફ્ટ સુવિધા

હોમ લોન પર વ્યાજ દર ઘટાડવા માટે હોમ લોન એકાઉન્ટ સાથે હોમ લોન ઓવરડ્રાફ્ટ સુવિધા મળી શકે છે. જેમાં તમે હોમ લોન એકાઉન્ટમાં EMI સિવાય એકસ્ટ્રા રકમ જમા કરાવી શકો છો. એકાઉન્ટમાં એકસ્ટ્રા રકમ રાખવાથી વ્યાજની રકમ અને લોનનો સમયગાળો ઘટશે.

પ્રી-પેમેન્ટ છે સારો ઓપ્શન

EMI ઘટાડવા માટે પ્રી-પેમેન્ટ એક સારો ઓપ્શન છે. જ્યારે પણ તમારી પાસે વધારે પૈસા હોય, ત્યારે પ્રી-પેમેન્ટ કરો. આનાથી લોનની પ્રિન્સીપાલ રકમ ઘટશે અને તમારી EMI સાથે લોનનો સમયગાળો પણ ઘટશે. લોનની સમયગાળો ઘટતા બેંકને ઓછું વ્યાજ ચૂકવવું પડશે.

હોમ લોન ટ્રાન્સફર કરો

હોમ લોન ચૂકવ્યાને થોડા વર્ષો પછી તમારો રી-પેમેન્ટ રેકોર્ડ સારો છે તો તમે લોન એવા લેન્ડર પાસે ટ્રાન્સફર કરાવી શકો છો, જે ઓછા વ્યાજ દર આપી રહ્યો છે. તેને હોમ લોન બેલેન્સ ટ્રાન્સફર કહેવામાં આવે છે. જો કે, લોન ટ્રાન્સફર કરતા પહેલા એકસ્ટ્રા ખર્ચની ગણતરી કરી લો. જેમ કે પ્રોસેસિંગ ફી અને ફોરક્લોઝર ફી.

EMI વધારવામાં ફાયદો

જો વ્યક્તિને નોકરી બદલવા પર સારો ઇન્ક્રીમેન્ટ અથવા સારું પેકેજ મળે છે, તો તમે EMI વધારી શકો છો. બેંકો સામાન્ય રીતે દર વર્ષે ઈન્સ્ટોલમેન્ટ રિવાઈઝ કરવાનો ઓપ્શન આપે છે. જો તમે EMI વધારશો તો હોમ લોનની ચિંતામાંથી ઝડપથી છુટકારો મળશે.